• રાજધાની દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ 
  • પાણીમાં ડૂબી જવાથી બે બાળકો સહિત 3ના મોત
  • મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા

રાજધાની દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદથી માત્ર રાહત જ નહીં પરંતુ મુશ્કેલી પણ આવી છે. રાજધાનીમાં ભારે વરસાદ બાદ અલગ-અલગ જગ્યાએ 2 દુર્ઘટના સર્જાઇ છે. પ્રથમ ઘટના જે દિલ્હીના આઉટર નોર્થ જિલ્લાના બદલી પોલીસ સ્ટેશન હેઠળના સિરસપુરમાં 2 બાળકો અંડરપાસમાં વરસાદી પાણીમાં રમવા ગયા હતા. વરસાદી પાણીથી ભરેલા ખાડામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. બંનેની ઉંમર 9 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.

જ્યારે બીજા ઘટનામાં દિલ્હીના ઓખલા અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી 60 વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. ઓખલા અંડરપાસ 24 કલાકથી વધુ સમયથી પાણીથી ભરાયેલો રહે છે. પોલીસે જણાવ્યું કે મેટ્રો પાસેના અંડરપાસમાં લગભગ 2.5-3 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે બે બાળકોને અંડરપાસમાંથી બહાર કાઢીને જગ જીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડો.ખુશદિલે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બંનેની વિગતો નીચે મુજબ છે. ગોપાલ ઉંમર-09 વર્ષ અને અજ્ઞાત ઉંમર-09 વર્ષ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

  • Follow us on: