- દિલ્હી સંસદ ભવનમાં રાજનાથસિંહે કરી બેઠક
- અમિત શાહ સાથે રાજનાથ સિંહે કરી બેઠક
- બેઠકમાં બીજેપીના રાજકીય દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
દિલ્હી સંસદ ભવનના રાજનાથ સિંહના બેઠક સ્થાને એક મીટિંગ મળી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડા, કૃષિ મંત્રી શિવરાજસિંહ તથા ભૂપેન્દ્ર યાદવ અને મનોહર લાલ ખટ્ટર ઉપસ્થિત રહ્યા હતા.
શું કરવામાં આવી ચર્ચા
મળતી માહિતી મુજબ બેઠકમાં ખેડૂતો મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વિવિધ રાજ્યોની આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા થઇ.મહત્વનું છે કે 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેની રણનીતિ તૈયાર કરવા માટે બીજેપી દ્વારા મોટી બેઠક કરવામાં આવી. હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
ખડગેના આવાસ સ્થાને પણ બેઠક
તો બીજી તરફ ખડગે આવાસ પર પણ મોટી બેઠક થઇ રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા.