• કેજરીવાલને મળી રાહત,1 એપ્રિલથી જેલમાં 
  • તિહાડ જેલમાંથી બહાર આવશે કેજરીવાલ
  • સુપ્રીમકોર્ટ વચગાળાના જામીન મંજૂર કર્યા

દિલ્હી લીકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહી તેને લઇને સુપ્રિમ કોર્ટ નિર્ણય સંભળાવ્યો. છે. કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન મળ્યા છે. એટલે કે કેજરીવાલ 49 દિવસ પછી તેઓ જેલમાંથી બહાર આવશે. મહત્વનું છે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

2જીજૂને હાજર થવા આદેશ

[[$googlead]]

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો.  ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 25મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે. કેજરીવાલને વચગાળાના જામીન તો મળી ગયા છે પરંતુ સુપ્રિમ કોર્ટે 2જી જૂને હાજર થવાનો આદેશ કર્યો છે.  

[[$alsoread]]

કોર્ટે ચૂંટણી પ્રચાર પર નથી મૂકી કોઇ રોકઃ વકીલ

મહત્વનું છે કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે મની લોન્ડ્રિંગના આરોપમાં ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારે આજે સુપ્રિમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ મામલે વકીલનું નિવેદન સામે આવ્યું કે કેજરીવાલ આજે જ જેલમુક્ત થાય તેવો પ્રયત્ન છે. તેઓ ચૂંટણી પ્રચાર પણ કરી શકશે તેમ વકીલે જણાવ્યું હતું. 

7મેએ શું SCએ શું કરી હતી મહત્વપૂર્ણ ટિપ્પણી ?

  • અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા
  • કેજરીવાલ સામે કોઈ કેસ નથી
  • ચૂંટણીના કારણે જામીન પર વિચારણા
  • જો ચૂંટણી ન થઈ હોત તો નિર્ણય સુરક્ષિત હોત
  • ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે
  • પ્રચારમાં કોઈ નુકસાન નથી.
  • અમે વારંવાર વચગાળાના આદેશો જાહેર કરીએ છીએ.
  • અમે કોઈના રાજકીય વ્યક્તિત્વની પાછળ નથી જતા.
  • અમે તપાસ કરી રહ્યા છીએ કે કેસ સાચો છે કે નહીં
  • વ્યક્તિ રાજકીય છે કે નહીં તે જોતા નથી
  • અમે વચગાળાના જામીન પણ આપી શકીએ છીએ.

EDએ SCમાં શું કરી હતી દલીલ ?

  • અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય છે
  • કેજરીવાલે 6 મહિના સુધી સમન્સ ટાળ્યું
  • સીએમ હોય તો છૂટછાટો ના મળે
  • નેતાઓ માટે કયો અપવાદ હોવો જોઈએ?
  • શું ચૂંટણીમાં પ્રચાર કરવો જરૂરી છે?
  • કેજરીવાલ ચૂંટણી પ્રચાર નહીં કરે તો આભ તૂટી નહીં પડે.
  • ઇડી જામીનનો સતત વિરોધ કરી રહ્યું છે.

સુપ્રિમમાં પડકારી હતી જામીન અરજી

મહત્વનું છે કે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને પડકારતી તેમની અરજી પર કેજરીવાલે હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં તેમની ધરપકડને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ છે. હાલ જામીનને લઇને સુનાવણી ચાલી રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના સૌથી મોટા ગઢ ગણાતા દિલ્હીમાં 25 મેના રોજ મતદાન થવાનું છે.

21 માર્ચે કરી હતી ધરપકડ

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે 3 મેના રોજ કહ્યું હતું કે તે ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. જો કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જામીન આપવામાં આવશે કે નહીં તે સુનાવણી પછી નક્કી કરવામાં આવશે.


  • Follow us on: