વૈજ્ઞાનિકોએ ચિકિત્સા જગતમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એન્જિનિયરોએ આકારમાં ચોખાના દાણા કરતાં પણ નાનકડું પેસમેકર વિકસાવ્યું છે.


આ પેસમેકરને શરીરમાં ઘુસાડવા માટે ઓપરેશનની જરૂર નહીં પડે તેને ફક્ત ઇન્જેક્શન મારફત શરીરમાં મોકલી શકાય છે. કામ ખતમ થતાં જ આ પેસમેકર શરીરમાં ઓગળી જાય છે. આ પેસમેકર વિશ્વનું સૌથી નાનકડું પેસમેકર તો છે જ સાથોસાથ તેના ગુણધર્મ અને કાર્યપ્રણાલી તેને પારંપારિક ઉપકરણોથી અનેક ગણું એડવાન્સ અને સુરક્ષિત બનાવે છે. આ ડિવાઇસ નાના-મોટા જાનવરો અને માનવ હૃદય પર જે અંગદાન કરનારા લોકોમાંથી લેવામાં આવ્યું હતું તેમાં સફળતાપૂર્વક કામ કર્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેની ખાસિયતો તેને હૃદયરોગોના ઇલાજમાં ક્રાંતિકારી બદલાવ લાવવામાં સક્ષમ બનાવે છે. આકારમાં સૂક્ષ્મ હોવા છતાં તે અત્યંત પ્રભાવશાળી છે. આ પેસમેકર આકારમાં માત્ર 1.8 એમએમ પહોળું અને 3.5 એમએમ લાંબું અને એક એમએમ મોટું છે.

પ્રકાશ સંચાલિત સિસ્ટમ અને વાયરલેસ નિયંત્રણ

આ પેસમેકરની એક ખાસ વાત એ છે કે તે વ્યક્તિની ચામડી પર લગાવવામાં આવેલા એક વાયરલેસ ડિવાઇસની ઇન્ફ્રારેડ લાઇટ મારફત નિયંત્રિત થાય છે. જ્યારે ડિવાઇસને દિલના ધબકારામાં કોઈ ગરબડ હોવાનું જાણવા મળે છે ત્યારે તે એક પ્રકાશીય સંકેત મોકલે છે, તેનાથી પેસમેકર સક્રિય થઈ જાય છે અને હૃદયની ગતિને સામાન્ય કરી દે છે.


  • Follow us on: