હાલ દેશભરમાં નવરાત્રિ બાદ દશેરા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. દેશમાં વિવિધ જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દિલ્હીમાં રામલીલા દરમિયાન એક દુઃખદ ઘટના બની ગઇ. રાવણના ભાઇ કુંભકર્ણનો રોલ નિભાવનારને અચાનક છાતીમાં દુખવા લાગ્યુ અને તે ત્યાં જ ઢળી પડ્યા. આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન આ બીજી ઘટના છે જ્યારે રામલીલામાં ભૂમિકા ભજવી રહેલા કલાકારનું મૃત્યુ થયું હોય.


કુંભકર્ણની ભૂમિકા નિભાવી રહ્યા હતા

 રાક્ષસ રાવણના ભાઈ કુંભકર્ણની ભૂમિકા ભજવી રહેલા અભિનેતાને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને ત્યાં જ તેઓ જમીન પર બેસી ગયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન આ બીજી ઘટના છે જ્યારે રામલીલામાં ભૂમિકા ભજવી રહેલા કલાકારનું મૃત્યુ થયું છે.

પશ્ચિમ વિહારના રહેવાસી 

પોલીસે જણાવ્યું કે માલવિયા નગરમાં સાવિત્રી નગર રામલીલામાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર કલાકારે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેને તરત જ આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને પીએસઆરઆઈ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. . એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક કલાકારની ઓળખ પશ્ચિમ વિહારના રહેવાસી વિક્રમ તનેજા તરીકે થઈ છે.

પરિવાર શોકમાં 

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. એવી આશંકા છે કે 60 વર્ષીય વિક્રમ તનેજાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. અધિકારીએ કહ્યું કે તેમના પરિવારના નિવેદનો નોંધવામાં આવ્યા છે.    

ભગવાન રામનું ભજવતા હતા પાત્ર

ઉલ્લેખનીય છે કે અગાઉ શાહદરા વિસ્તારમાં નવરાત્રિ નિમિત્તે રામલીલાના સ્ટેજ પર ભગવાન રામનું પાત્ર ભજવતા કલાકારનું મૃત્યુ થયું હતું. તેમને પણ છાતીમાં આવા જ દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. . મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.

  • Follow us on: