2024માં હવામાનની ખરાબમાં ખરાબ સ્થિતિને કારણે ભયાનક પૂર કે દુષ્કાળ સર્જાઈ શકે છે. એક તાજા રિપોર્ટ મુજબ હવામાનની અસ્થિર સ્થિતિને કારણે પૃથ્વી પરનો પાણીનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને તે ભયંકર પૂર કે ભયાનક દુષ્કાળ સર્જી શકે છે. ખાસ કરીને આને કારણે ભારતમાં 2024માં સૌથી વધુમાં વધુ રેકોર્ડ બ્રેક વરસાદ પડયો હતો.
પશ્ચિમ આફ્રિકા તેમજ યુરોપના કેટલાક દેશોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ફોસિલ ફ્યૂઅલને સળગાવવાથી ગ્લોબલ વોર્મિંગ, ચોમાસું, ચક્રવાતો અને વાતાવરણમાં અન્ય તોફાની સિસ્ટમ સર્જાતી હતી અને તેની તાકાત તેમજ વરસાદની તીવ્રતા વધી રહી હતી. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય યુનિવર્સિટી (ARU)ની ટીમ દ્વારા આ રિપોર્ટ રજૂ કરાયો હતો. 2024નું વર્ષ હવામાન માટે ચરમસીમાઓનું વર્ષ હતું, જો કે આ કોઈ અલગ ઘટના ન હતી પણ વધુ તીવ્રતાથી પૂર આવવું, લાંબા સમય સુધી દુષ્કાળ અને રેકોર્ડ બ્રેક એક્સ્ટ્રીમ વેધરને કારણે ઋતુઓમાં ફેરફારને અસર થઈ હતી. 111 દેશનાં આશરે 4 અબજ લોકોએ ગરમમાં ગરમ વર્ષનો અનુભવ કર્યો હતો.










