- UPI પેમેન્ટની મહત્તમ મર્યાદા વધારવામાં આવતા ટેક્સ પેયર્સને રાહત
- UPI ની મહત્તમ મર્યાદા હાલ રૂ. 1 લાખ છે તે વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી
- ટેક્સ પેયર્સ એક ટ્રાન્ઝેક્શન કરીને મોટી રકમની ચુકવણી કરી શકશે
દેશમાં ડિજિટલ પેમેન્ટને વેગ આપવા તેમજ મોટી રકમનાં વ્યવહારો સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ટેક્સની ચુકવણી માટે દરેક ટ્રાન્ઝેક્શનદીઠ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ની મહત્તમ મર્યાદા હાલ રૂ. 1 લાખ છે તે વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે.
UPI પેમેન્ટની મહત્તમ મર્યાદા રૂ. 5 લાખ કરવામાં આવતા કરદાતાઓને રાહત થશે. ખાસ કરીને હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન કરનારને વધુ સુવિધા મળશે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા તેમજ રોકડ વ્યવહારો પરનું અવલંબન ઘટાડવા RBI એ આ નિર્ણય લીધો છે. રીઝર્વ બેન્કનું માનવું છે કે આને કારણે વધુને વધુ કરદાતાઓ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવશે અને તેમની ટેક્સને લગતી જવાબદારીઓ અદા કરશે.










