દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને આજે મતગણતરી ચાલી રહી છે. દિલ્હીની 70 બેઠક પર મતગણતરી ચાલી રહી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ મત વિસ્તારમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. માઇનોરીટી મત વિસ્તાર કે જ્યાં આપનું શાસન હતુ તે વિસ્તારોમાં હવે બીજેપી આગળ જોવા મળી રહી છે. આ એવા વિસ્તારો છે જ્યાં આમ આદમી પાર્ટી વર્ચસ્વ ધરાવે છે. 12 બેઠકમાંથી 7 બેઠકો પર બીજેપી આગળ હોવાનું શરૂઆતી ટ્રેન્ડ જણાવી રહ્યા છે.

મોટો ઉલટફેર
દિલ્હીના શરૂઆતના વલણોમાં એક ચોંકાવનારી પરિસ્થિતિ ઉભરી રહી છે. મુસ્લિમ વિસ્તારોમાં ભાજપનું મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 12 માંથી 7 વિસ્તારોમાં ભગવા પક્ષનો ધ્વજ લહેરાતો જોવા મળે છે.

ચૂંટણી આયોગ મુજબ અત્યાર સુધીમાં કોને કેટલા મળ્યા મત ?
  • બીજેપી- 52% (50 સીટને પાર)
  • આપ- 41% (5 સીટ પર આગળ)
  • કોંગ્રેસ- 6%
મુસ્લિમ સીટ પર મોટો ઉલટફેર
  • ઓખલા- આપ પાછળ, બીજેપી આગળ
  • બલ્લી રામ- આપ પાછળ, બીજેપી આગળ
  • મુસ્તફાબાદ સીટ- આપ પાછળ, બીજેપી આગળ
  • ચાંદની ચોક- બીજેપી આગળ
  • ગાંધીનગર- બીજેપી આગળ
  • કરાવલ નગર- બીજેપી આગળ

મૌલાનાએ ખુલ્લેઆમ કહ્યું કે મેં બીજેપીને વોટ આપ્યો

દિલ્હીમાં મુસ્લિમ મતવિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાય તેવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરથી મૌલાના સાજિદ રશીદીના એ વીડિયો અચૂક યાદ આવે.. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો કે તેમણે બીજેપીને વોટ આપ્યો છે. તેમણે મુસ્લિમ સમાજને પણ અપીલ કરી હતી કે બીજેપી વિશે જે વાતો અને ડર ફેલાવવામાં આવે છે પછી તે પાર્ટીના ઉમેદવારો હોય કે વિપક્ષ દ્વારા. તે બધાથી ડરવાની જરૂર નથી.


મૌલાનાએ બીજેપીને વોટ કરવા કેમ કહ્યું હતું ?

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી કહે છે મેં (દિલ્હી ચૂંટણીમાં) ભાજપને મત આપ્યો છે અને મારો વીડિયો વાયરલ કર્યો છે કારણ કે ભાજપના નામે મુસ્લિમોમાં ડર પેદા થાય છે અને વિરોધી પક્ષો કહે છે કે મુસ્લિમો ભાજપને મત આપતા નથી. મુસ્લિમોના મનમાં એવું રોપવામાં આવ્યું છે કે ભાજપને હરાવો નહીંતર, જો તેઓ સત્તામાં આવશે તો મુસ્લિમોના અધિકારો છીનવાઈ જશે. મેં (ભાજપને) મુસ્લિમોના મનમાંથી તે ડર દૂર કરવા માટે ભાજપને મત આપ્યો હતો.

જો ભાજપમાં દિલ્હી સરકાર બની તો..

તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે જો દિલ્હીમાં ભાજપ સરકાર બનશે તો હું મુસ્લિમોને બતાવીશ કે મુસ્લિમોના કયા અધિકારો છીનવાઈ ગયા છે... એવું નથી કે હું ભાજપમાં જોડાયો છું કે મેં તેમની સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જો તેમની કોઈ નીતિ મુસ્લિમોની વિરુદ્ધ જાય છે, તો હું તેનો વિરોધ ચોક્કસ કરીશ... મને ધમકીઓ મળી રહી છે અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મને ભાજપના હાથમાં વેચી દેવામાં આવ્યો છે... આવું કંઈ નથી. હું કોઈ ભાજપના નેતાને મળ્યો પણ નથી. મારી સામે ઘણા કેસ છે. મારો એકમાત્ર હેતુ મુસ્લિમોના હૃદય અને મનમાંથી તે ડર દૂર કરવાનો છે. જો મુસ્લિમો ભાજપને મત આપે તો - આપણને અધિકાર મળશે અને જો ભાજપ અમારી વિરુદ્ધ કંઈક કરે તો અમે તેમની વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવી શકીએ છીએ.


એટલે કહી શકાય કે આ વખતે બીજેપી મુસ્લિમ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ બનાવવા માટે સફળ નીવડી છે. લોકોમાં જે ડરનો માહોલ હતો તે કદાચ ક્યાંક મૌલાના સાજિદ રશીદના આ વાયરલ વીડિયોને કારણે દૂર થયો હોવાનું કહી શકાય. 
  • Follow us on: