મેટાનાં સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા એવું કહેવાયું હતું કે 2024માં દુનિયામાં કેટલીક ઉથલપાથલ થઈ જેમાં કોરોના પછી થયેલી ચૂંટણીઓમાં ભારત સહિત વિશ્વનાં કેટલાક દેશોમાં સરકારનું પતન થયું હતું.


કેન્દ્રનાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઝુકરબર્ગની આ જાહેરાતને ખોટી અને નિરાશાજનક ગણાવી કહ્યું હતું કે ઝુકરબર્ગે હકીકતો અને વિશ્વસનીયતા જાળવી રાખવા જોઈએ અને દુનિયાને સાચી માહિતી જણાવવી જોઈએ. આમ ઝુકરબર્ગનાં મહાજ્ઞાનનું રેલવે પ્રધાને જોરદાર ખંડન કર્યું હતું.

ઝુકરબર્ગે x પર લખ્યું હતું કે દુનિયાનાં સૌથી મોટા લોકતંત્રનાં રૂપમાં ભારતે 64 કરોડ કરતા વધુ મતદારો સાથે 2024માં ચૂંટણી યોજી હતી ભારતનાં લોકોએ પીએમ મોદીનાં નેતૃત્વમાં એનડીએમાં તેનો ભરોસો દર્શાવ્યો હતો. ઝુકરબર્ગે એવો દાવો કર્યો હતો કે 2024ની ચૂંટણીમાં ભારત સહિત મોટા ભાગની સરકારો કોવિડ પછી હારી ગઈ હતી. આ માહિતી હકીકતની રીતે ખોટી છે. ઝુકરબર્ગે 2024માં થયેલી ભારતની ચૂંટણી અંગે ખોટો દાવો કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. વૈષ્ણવે કહ્યું કે ભારત સરકાર 80કરોડ લોકોને મફત ભારત સૌથી ઝડપથી વિકાસ કરતી મુખ્ય ઈકોનોમી તરીકે નેતૃત્વ કરી રહ્યું છે. પીએમ મોદીની ત્રીજા કાર્યકાળ માટેની જીત નિર્ણાયક સુશાસન અને જનતાનાં વિશ્વાસનું પ્રમાણ છે.


  • Follow us on: