• માલદીવે પીઠમાં છરો ભોંક્યો છતાં તેની જનતાને ભારત ભૂખી નહીં સૂવા દે

  • માલદીવ સરકારની વિનંતી બાદ જરૂરી વસ્તુઓની નિકાસ માટે મંજૂરી આપી
  • ભારતને જરૂરી વસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વખતથી ભારે તંગદિલીપૂર્ણ છે. જોકે, તેમ છતાં માલદીવે ભારતને જરૂરી વસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારત સરકારે માલદીવને જે વસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી છે તેમાં ચોખા, ઘઉં અને ડુંગળી જેવી વસ્તુઓ સામેલ છે. સરકારે હાલ આ વસ્તુઓની નિકાસ સામે પ્રતિબંધ લાદેલો છે. ભારત ચોખા, ખાંડ અને ડુંગળીનો પ્રમુખ નિકાસકાર દેશ છે. પરંતુ સામાન્ય ચૂંટણીઓ પહેલા આ વસ્તુઓની સ્થાનિક કિંમતોને સ્થિર રાખવા માટે તેમની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું હતું કે, એક એપ્રિલથી શરૂ થનારા નવા નાણાં વર્ષમાં માલદીવ માટે આ વસ્તુઓની નિકાસ પર કોઇપણ વર્તમાન અથવા ભવિષ્યના પ્રતિબંધથી છૂટ અપાશે. ભારતે માલદીવને 1,24,218 મેટ્રિક ટન ચોખા, 1,09,162 ટન ઘઉંનો લોટ, 64,494 ટન ખાંડ, 21,513 મેટ્રિક ટન બટાકા, 35,749 ટન ડુંગળી અને 427.5 મિલિયન ઇંડાની નિકાસની મંજૂરી આપી દીધી છે. ભારતે 10 લાખ ટન પથ્થર અને રેતીની નિકાસની પણ મંજૂરી આપી છે.

નેબરહૂડ ફર્સ્ટ નીતિ હેઠળ નિકાસને મંજૂરી

ભારત સરકાર દ્વારા આ વસ્તુઓની નિકાસમાં પ્રતિબંધ છતાં માલદીવને ખાંડ અને ડુંગળીનો સપ્લાય ચાલુ રાખ્યો હતો. ભારતે નેબરહૂડ ફર્સ્ટ નીતિ હેઠળ માલદીવમાં માનવ કેન્દ્રિત વિકાસના સમર્થન માટે દૃઢ રીતે પ્રતિબદ્ધ છે. માલદીવમાં નિર્માણ કાર્ય ઝડપથી વધી રહ્યું છે અને તેથી જ નદીની રેતી અને પથ્થરનો ક્વોટા 25 ટકા વધારીને 1,000 મેટ્રિક ટન કરી દેવાયો છે. ઇંડા, બટાકા, ડુંગળી, ખાંડ, ચોખા, ઘઉંનો લોટ અને દાળના ક્વોટામાં પણ પાંચ ટકા વધારો કરાયો છે.

  • Follow us on: