- ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા,
- ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:
- વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી
આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે. વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ હોય કે મધ્યપ્રદેશ, ગુજરાત હોય કે આસામ ભક્તોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ગુરૂમુક્તેશ્વર ધામમાં ભક્તોએ શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. ગુરુપૂર્ણિમાના અવસર પર ભક્તો ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગુરુપૂર્ણિમાના અવસરે કીનારામ મઠમાં પ્રાર્થના કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
હરિદ્વાર, ઉત્તરાખંડ: ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુપૂર્ણિમાના અવસર પર ભક્તોએ સરયૂ નદીમાં પવિત્ર ડૂબકી લગાવી
ઉત્તરાખંડ: ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું. પ્રયાગરાજ સંગમ ખાતે ભક્તો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યુ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગુરુપૂર્ણિમા 2024ના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા કરી









