• લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ
  • ફારુક અબ્દુલા પણ કરી રહ્યા છે પ્રચાર
  • ફારુક અબ્દુલા રામ ભજન ગાતા હોય તેવો વીડિયો થયો વાયરલ

લોકસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ પ્રજાની રીઝવવા નીત નવા કાર્યો કરતા ખચકાતા નથી. ક્યારેક ચા બનાવવી, ક્યારેક ડાન્સ કરવો તો ક્યારેક જનતાના ઘરે જઇને ભોજન લેવુ. આપણે જાણીએ છીએ કે એક એક વોટ કેટલો કિમતી હોય છે ત્યારે આ વોટ મેળવવા નેતાઓ દ્વારા ચૂંટણી ટાણે પણ શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે છે. ક્યારેય મંદિરમાં જતા ન જોયા હોય પરંતુ ચૂંટણી ટાણે પ્રભુ ભક્તિમાં લીન પણ જોવા મળે. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ રામ ભજન ગાતા જોવા મળ્યા.

ફારુક અબ્દુલ્લાએ રામ ભજન ગાયુ ?

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા રામ ભજન ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ સોફા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમની સાથે બે મહિલાઓ પણ બેઠી છે.


 પ્રચાર દરમિયાન પહોંચ્યા હતા કાર્યકરના ઘરે

મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર રમન ભલ્લાના પ્રચારમાં ભાગ લેવા ગુરુવારે ફારુક અબ્દુલ્લા કટરા પહોંચ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનના નેતા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારૂક અબ્દુલ્લાએ ગઇકાલે મોડી સાંજે કટરામાં નેશનલ કૉન્ફરન્સના કાર્યકર અનિલ શર્મા ઉર્ફે બબ્બુના ઘરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન રામ ભજન તેમણે ગાયુ હતુ. ઉપસ્થિત સાથી કાર્યકરો અને અન્ય નેતાઓ ડો. ફારૂક અબ્દુલ્લાના અવાજથી પ્રભાવિત થતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં પણ રામલલાના અભિષેકની તૈયારીઓ દરમિયાન તેમનો રામ ભજન ગાતો એક વીડિયો સામે આવ્યો હતો. 


નોંધ- અહીં દર્શાવેલા વીડિયોની સંદેશ ડિઝિટલ પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: