- ચંદીગઢથી ગોરખપુર જતી ટ્રેનનો અકસ્માત
- ટ્રેનના 10થી 12 ડબ્બા પાટા ઉપરથી ઉતર્યા
- દુર્ઘટનામાં એક મુસાફરનું મોત, અનેક ઇજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. અહીં ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904)નો કોચ પાટા પરથી ઉતરી ગયો છે. અકસ્માતમાં 4 મુસાફરોના મોતના સમાચાર છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે. બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા.
દુર્ઘટના અંગે રેલવે વિભાગનું નિવેદન
આ અકસ્માતને લઈને રેલ્વે દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ (159904) બપોરે 2:37 વાગ્યે અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન ગોંડાથી બપોરે 2 વાગ્યે ઉપડી હતી. લગભગ 27 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેન ઝિલાહી સ્ટેશનથી 4 કિમી આગળ પાટા પરથી ઉતરી ગઈ હતી. ચારથી પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
CM યોગી દુર્ઘટનાને લઈ મેળવી જાણકારી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોંડામાં ડિબ્રુગઢ ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. હાલમાં ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
ઉત્તર પૂર્વ રેલવેના લખનૌ ડિવિઝને હેલ્પલાઇન નંબર જારી કર્યા છે
- કોમર્શિયલ કંટ્રોલ: 9957555984
- ફુરકેટીંગ(FKG): 9957555966
- મારિયાની (MXN): 6001882410
- સિમલગુરી (SLGR): 8789543798
- તિનસુકિયા (NTSK): 9957555959
- ડિબ્રુગઢ (DBRG): 9957555960
ગુવાહાટી સ્ટેશન હેલ્પલાઈન નંબર
- 0361-2731621
- 0361-2731622
- 0361-2731623
આ ટ્રેનોના રૂટ પણ બદલાયા
- ટ્રેન નંબર 12598 મુંબઈ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ
- ટ્રેન નંબર 15204 લખનૌ બરૌની એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12532 લખનૌ ગોરખપુર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 15652 જમ્મુ તાવી ગુવાહાટી લોહિત એક્સપ્રેસ
મુસાફરો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઇ
અકસ્માત બાદ ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. તે જ સમયે, રેલ્વેએ આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. આ ટ્રેન દ્વારા મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે. માનકાપુરથી ડિબ્રુગઢ સુધી એક વિશેષ ટ્રેન જશે.









