• તેલંગણા બાદ પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે
  • કલપક્કમમાં સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટરની લીધી મુલાકાત
  • કલપક્કમાં સંબોધી રહ્યા છે જનસભા 

પીએમ મોદી તેલંગણા બાદ તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે કલપક્કમમાં  ભારતના સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોર લોડિંગની શરૂઆત જોઈ હતી. ત્યાર બાદ સભા સ્થળ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કલપક્કમમાં સભા સંબોધન દરમિયાન ચેન્નાઇમાં આવેલા પૂરને લઇને ડીએમકે પર આકરા પ્રહાર કર્યા હતા. 

હું તમિલનાડુ આવુ એટલે કેટલાકને પેટમાં દુઃખે- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે તમિલનાડુ પ્રત્યે મારો લગાવ બહુ પેહેલાથી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું જ્યારે પણ તમિલનાડુ આવું છું ત્યારે કેટલાક લોકોને પેટમાં દુખાવો થવા લાગે છે, તેઓ એ વાતથી પરેશાન છે કે અહીં ભાજપનું સમર્થન સતત વધી રહ્યું છે.

[[$alsoread]]

ચેન્નાઇમાં પૂર વખતે ડીએમકેએ મોં ફેરવી લીધુ- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે DMK સરકારે ચેન્નાઈના લોકોની જરૂરિયાતો અને તમારા સપનાઓ તરફ મોઢું ફેરવી લીધું છે. થોડા સમય પહેલા જ આટલું મોટું ચક્રવાત આવ્યું હતું, પરંતુ મદદ કરવાને બદલે DMK સરકારે લોકોની સમસ્યાઓમાં વધારો કર્યો. ડીએમકેના લોકો કટોકટીના સમયે ફ્લડ મેનેજમેન્ટ નથી કરતા પરંતુ મીડિયા મેનેજમેન્ટ કરે છે... આ દર્શાવે છે કે ડીએમકે સરકારને લોકોના સુખ-દુઃખની કોઈ ચિંતા નથી.

તમિલનાડુના લોકોના પૈસા મોદી નહી લૂંટવા દે- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ભાજપની કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓના પૈસા સીધા લાભાર્થીઓને મોકલી રહી છે.. આ વિકાસ કાર્યોના લાખો કરોડ રૂપિયા લૂંટવામાં ડીએમકેને તકલીફ થઇ રહી છે. આ વાતથી અહીં એક પરિવાર ઘણો પરેશાન છે એટલે જ ડીએમકેના લોકો વિચારી રહ્યા છે જો પૈસા નહી તો કમસેકમ કામોની તો ક્રેડિટ લઇ જ લઇએ. હું ડીમકેને કહેવા માગુ છે કે મોદી તમિલનાડુના લોકોના પૈસા તમને લૂંટવા નહી દે.


  • Follow us on: