• રાહુલગાંધીએ હવે કહ્યુ અસુર શક્તિ સામે લડી રહ્યા છીએ
  • રાહુલ ગાંધીના આ નિવેદન પર નલીન કોહલીનો વળતો જવાબ
  • ચૂંટેલી સરકારને અસુર શક્તિ ગણાવીને જનતામાં વિશ્વાસ ન હોવાનુ સાબિત કર્યુ- નલિન કોહલી

ભારતીય જનતા પાર્ટીના નેતા નલિન કોહલીએ ગુરુવારે કહ્યું હતું કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને 'અસુર શક્તિ' ગણાવીને કોંગ્રેસ એ વાતની પુષ્ટિ કરી રહી છે કે તેને ભારતના લોકોમાં વિશ્વાસ નથી કે જેઓ ભારતનું ભાગ્ય નક્કી કરે છે.

કોંગ્રેસને ભારતના લોકોમાં વિશ્વાસ નહી- નલિન કોહલી

[[$googlead]]

મહત્વનું છે કે રાહુલગાંધી દ્વારા પહેલા શક્તિ અંગે ટિપ્પણી કરવામાં આવી ત્યાર પછી તેમણે સ્પષ્ટતા કરીને અસુર શક્તિ જણાવ્યું. જે મામલે પીએમ મોદી સહિત અન્ય ભાજપના નેતાઓમાં રોષની લાગણી ફરી વળી હતી. રાહુલ ગાંધીની "અસુર-શક્તિ" ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું હતું કે લોકોએ ચૂંટેલી સરકારને 'અસુર'શક્તિ' કહીને, કોંગ્રેસ એ વાતની પુષ્ટિ કરી રહી છે કે તેમને ભારતના લોકોમાં કોઈ વિશ્વાસ નથી. , ભારતના મતદારો, જેઓ ભારતનું ભાગ્ય નક્કી કરે છે..."

[[$alsoread]]

કોંગ્રેસ પાસે કારણ નથી- નલિન કોહલી

શું તેઓ માને છે કે લોકો અસુરોને મત આપે છે ? હકીકત એ છે કે કોંગ્રેસ પક્ષ પાસે લોકો સમક્ષ જવા માટે કોઈ વિશ્વસનીય કારણ નથી; તે પોતાની અયોગ્યતા માટે બહાનાઓ અને અન્યોને દોષી ઠેરવે છે તેમ નલિન કોહલીએ જણાવ્યું હતું.

રાહુલગાંધીએ અસુર શક્તિઅંગે આપ્યુ નિવેદન

ગુરુવારે રાહુલ ગાંધીએ તેમની 'શક્તિ' ટિપ્પણીનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે તેઓ નફરતથી ભરપૂર "અસુર-શક્તિ" સામે લડી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ કોંગ્રેસ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે નફરતથી ભરપૂર 'અસુર-શક્તિ' સામે લડી રહ્યા છીએ. 

  • Follow us on: