- જમ્મુ કાશ્મીરના ડોડામાં પોલીસે આતંકીઓના સ્કેચ કર્યા જાહેર
- ડોડા આતંકી હુમલામાં સામેલ હતા આ આતંકીઓ
- આતંકવાદી વિશે જાણકારી આપનારને 5 લાખ ઇનામની જાહેરાત
છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ વધી રહ્યુ છે. ઘાટીમાં અથડામણ ચાલી રહ્યું હોવાના સમાચારો સામે આવે છે. ત્યારે થોડા સમય પહેલા ડોડામાં આતંકી હુમલો થયો હતો. જેમાં કેપ્ટન સહિત 3 સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓનો સ્કેચ જાહેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે આતંકીઓ ડોડાના ઉપરના વિસ્તારમાં હાજર છે.
રોકડ 5 લાખ ઇનામની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ આતંકી હુમલો થયો હતો, જેમાં એક કેપ્ટન અને અન્ય ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શેડો ગ્રુપ 'કાશ્મીર ટાઈગર્સ' દ્વારા લેવામાં આવી છે. ડોડા ઉરારી બાગી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી. ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓની જાણકારી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
સર્ચ ઓપરેશન તેજ
ડોડામાં થયેલો આતંકવાદી હુમલો તાજેતરના મહિનાઓમાં જમ્મુ ક્ષેત્રમાં થયેલી અનેક આતંકવાદી ઘટનાઓમાંની એક હતી. 2024 ની શરૂઆતથી, જમ્મુ પ્રાંતના છ જિલ્લામાં લગભગ એક ડઝન આતંકવાદી હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો દ્વારા અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.










