ભારતીય સેના હવે પહેલા કરતા દરરોજ મજબૂત બની રહી છે. આ માટે અનેક પ્રકારના કામ પણ કરવામાં આવી રહ્યા છે. ઘણા બધા પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેની મદદથી દુશ્મનો કોઈપણ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેમની સામે લડી શકાય છે અને તેમને વળતો જવાબ તાત્કાલિક આપી શકાય તે માટે સેના સજ્જ છે. DRDOએ હવે પાણીની અંદર AUVનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.


શું છે AUVનો હેતુ?

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ પાણીમાં હાઈ એન્ડ્યોરન્સ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ AUVનો હેતુ દરિયાઈ દેખરેખ અને સંરક્ષણમાં મદદ કરવા માટેનો છે. આ પરીક્ષણ દરમિયાન, AUVને સપાટી પર અને પાણીની ઊંડાઈમાં ચલાવવામાં આવ્યું હતું. અનેક પરીક્ષણો પછી એવું જાણવા મળ્યું કે AUV કોઈપણ મુશ્કેલી વિના યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું.

તેની સોનાર અને કોમ્યુનિકેશન સિસ્ટમ્સે પણ સારું પ્રદર્શન કર્યું છે. આ નવું અંડરવોટર વ્હીકલ (AUV) ભારતીય નૌકાદળ અને દરિયાકાંઠાની સુરક્ષા માટે એક મોટી સિદ્ધિ છે. આનાથી દરિયામાં દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવી, શોધ અને બચાવ કામગીરી હાથ ધરવી અને દરિયાઈ સર્વેક્ષણ કરવું સરળ બનશે. આ નવા વાહનની મદદથી દુશ્મનો વિશે જાણવાનું સરળ બનશે.

આ વાહનમાં શું ખાસ છે?

ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ એટલે કે AUVએ એક એવું વાહન છે જે પાણીની અંદર ચાલે છે. તે કોઈપણ ડ્રાઇવર વગર ચાલી શકે છે. તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે પોતાની ઊંડાઈ અને દિશા પોતે નક્કી કરી શકે. તેનો ઉપયોગ મુખ્યત્વે દરિયાઈ દેખરેખ માટે થાય છે. આ નવું વાહન નૌકાદળની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનું પરીક્ષણ અનેક રન દરમિયાન સફળ રહ્યું છે. દુનિયાના ફક્ત થોડા જ દેશો પાસે આ પ્રકારની ટેકનોલોજી છે. જેમાં હવે ભારતનો પણ સમાવેશ થાય છે. તે પાણીની અંદર હોય ત્યારે નૌકાદળના બેઝ સ્ટેશન સાથે સંપર્ક જાળવી રાખે છે અને એટલી શાંતિથી ફરે છે કે કોઈ તેને શોધી પણ શકતું નથી.

  • Follow us on: