DRDOએ IIT-દિલ્હીના સહયોગથી હળવા વજનના બુલેટપ્રૂફ જેકેટ 'અભેદ્ય' વિકસાવ્યા છે. જે સૈનિકોને “ઉચ્ચ સ્તરના જોખમ”થી બચાવશે. એટલું જ નહીં, આ ખાસ બુલેટપ્રૂફ જેકેટ સૈનિકોને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે. આ જેકેટ્સના ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર અને સહાય માટે કેટલીક ભારતીય કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી.


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-દિલ્હીના સંશોધકો સાથે મળીને 'ABHED' (એડવાન્સ બેલિસ્ટિક્સ ફોર હાઈ એનર્જી ડિફેટ) નામના આ હળવા વજનના બુલેટપ્રૂફ જેકેટ્સ વિકસાવ્યા છે.

આ જેકેટના તૈયાર થશે બે વર્ઝન

સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેકેટ્સ IIT-દિલ્હી સ્થિત DRDO ઈન્ડસ્ટ્રી એકેડમી સેન્ટર ઓફ એક્સેલન્સ (DIA-CoE) ખાતે વિકસાવવામાં આવ્યા છે.

કેન્દ્રએ કહ્યું કે તે ત્રણેય ઉદ્યોગોને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. આ લાRટવેઈટ બુલેટપ્રૂફ જેકેટ્સનું વજન BIS લેવલ 5 હેઠળ 8.2 kg અને BIS લેવલ 6 હેઠળ 9.5 kg છે. આ મોડ્યુલર-ડિઝાઈન કરેલા જેકેટમાં આગળ અને પાછળ બખ્તર હોય છે જે 360-ડિગ્રી રક્ષણ પૂરું પાડે છે.

આ જેકેટ હળવા હોવાનું કારણ

આ જેકેટ્સ પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઈડ સિરામિક સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા છે. BIS 6 હેઠળ તૈયાર કરાયેલ જેકેટ કદમાં પહોળું છે, વજનમાં ઓછું છે અને આઠ સ્નાઈપર બુલેટનો સામનો કરી શકે છે.

આ જેકેટ્સ AK 47 (HSC) થી આઠ વખત ફાયર કરવામાં આવ્યા હતા. જેનો સામનો કરવામાં તે સફળ રહી હતી. ટ્રાયલ દરમિયાન, વિદેશી જેકેટ્સનું છ શોટ સાથે પરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે આ જેકેટના ટ્રાયલમાં 8 ગોળી ચલાવવામાં આવી હતી. જે તે સહન કરવામાં સફળ રહી હતી.

વિદેશી કરતાં 2.5 કિલો ઓછું વજન

વિદેશી જેકેટની સરખામણીમાં આ એક જેકેટનું વજન 1 કિલો ઓછું છે અને બીજાનું વજન 2.5 કિલો ઓછું છે. ભારતીય સેના હાલમાં BIS લેવલ 5 હેઠળ 10.5 કિલો વજનના વિદેશી બુલેટપ્રૂફ જેકેટનો ઉપયોગ કરે છે. 

  • Follow us on: