• ચૂંટણીને લઇ ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેનો દોડશે
  • ચૂંટણીલક્ષી રાજ્યોમાં મતદાનની તારીખોને ધ્યાનમાં રાખીને નિર્ણય
  • લગભગ 185 વિશેષ ટ્રેનો દ્વારા 2600 ટ્રીપ કરવામાં આવશે

આગામી દોઢ મહિનામાં લગભગ 185 વિશેષ ટ્રેનો દ્વારા 2600 ટ્રીપ કરવામાં આવશે. ચૂંટણીલક્ષી રાજ્યોમાં મતદાનની તારીખોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે. રેલવે વિભાગને આશા છે કે, આ ટ્રેનોમાં 50 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે, રેલવે ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેનો ચલાવશે.

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે શરૂ થશે

દેશમાં 19 એપ્રિલ લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન શરૂ થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 19 એપ્રિલે થશે. જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. ચૂંટણીની સાથે સાથે દેશમાં દોઢ મહિના સુધી ઉનાળાની રજાઓ રહેશે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વેએ લાખો લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એક યોજના તૈયાર કરી છે.

ચૂંટણીલક્ષી રાજ્યોમાં મતદાનની તારીખોને ધ્યાનમાં રાખીને નિર્ણય

રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આગામી દોઢ મહિનામાં લગભગ 185 વિશેષ ટ્રેનો દ્વારા 2600 ટ્રીપ કરવામાં આવશે. ચૂંટણીલક્ષી રાજ્યોમાં મતદાનની તારીખોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે. રેલવેને આશા છે કે આ ટ્રેનોમાં 50 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે રેલવે ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેનો ચલાવશે.

દર વર્ષે ઉનાળામાં મુસાફરોને ટ્રેનોમાં સીટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બિહાર, યુપી, મહારાષ્ટ્ર અને ઝારખંડ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ વખતે ઉનાળાની રજાઓ સાથે દેશમાં લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં મતદાન માટે ઘરે જતા મુસાફરોની સંખ્યા પણ લાખોમાં હોવાનો અંદાજ છે. તેને ધ્યાનમાં રાખીને રેલવે આ વખતે સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી ગત વર્ષ કરતા વધુ વધારવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે રેલવેની સમર સ્પેશિયલ ટ્રેનોએ છ હજારથી વધુ ટ્રીપ કરી હતી. જ્યારે વર્ષ 2022માં વિશેષ ટ્રેનોએ 4600 ટ્રીપ કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 185 ટ્રેનો દ્વારા લગભગ 2600 ટ્રીપની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે બિહાર માટે ટ્રેનોની સૌથી વધુ માંગ હતી. બિહાર માટે અત્યાર સુધીમાં બે ડઝન ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. 

  • Follow us on: