• જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ, દિલ્હી NCRમાં પણ અનુભવાયા આંચકા
  • ચંદીગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • દિલ્હી એનસીઆરમાં પણ અનુભવાયા આંચકા

કુદરત જાણે કે રૂઠી હોય તેવો આભાસ થઇ રહ્યો છે એક બાજુ બિપોરજોય વાવાઝોડુ ધમરોળી રહ્યુ છે તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ તેમજ દિલ્હી-NCR તેમજ પંજાબથી લઈને કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે બપોરે દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરભારતના અનેક સ્થળે ભૂકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 5.2ની તિવ્રતા નોંધાઇ હતી.દિલ્હી-NCR તેમજ પંજાબથી લઈને કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આ આંચકો 1.36 મિનિટે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ હતી. લગભગ 10 સેકન્ડ સુધી આ ધ્રુજારી અનુભવાઈ. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

[[$googlead]]

મળતી માહિતી મુજબ ચીન અને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હોઈ શકે છે. ભારત, પાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણ-પૂર્વમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનના ઇસ્લામાબાદ, લાહોર અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

[[$alsoread]]

ભારત ઉપરાંત ચીન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશમાં દિલ્હી-એનસીઆર, ચંદીગઢ, પંજાબથી લઈને કાશ્મીર સુધી ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. એક તરફ દરિયામાં તોફાન છે અને હવે ધરતીની નીચે હલચલ મચી ગઈ છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે દેશમાં શું થઈ રહ્યું છે. બપોરે જ્યારે લોકો ઓફિસમાં જમતા હતા, ઘણા મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા, કાશ્મીરમાં બાળકો શાળામાં હતા. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, પછી એક જ ઝટકામાં આખું ઉત્તર ભારત ચોંકી ગયું.

ચીન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા પાકિસ્તાનની સાથે સાથે ચીનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ડોડા, જમ્મુ અને કાશ્મીર હોવાનું કહેવાય છે. ચક્રવાતને લઈને જ્યાં આગામી 48 કલાક ખૂબ જ મહત્વના છે તો બીજી તરફ ધરતી આ રીતે ધ્રૂજ્યા બાદ હવે લોકોના મનમાં આફ્ટરશોક્સનો ભય સતાવી રહ્યો છે. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હોઈ શકે છે


અગાઉ માર્ચ મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.



  • Follow us on: