શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર શુક્રવારે સવારે લદ્દાખના કારગીલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપ સવારે 2.50 કલાકે 15 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. લેહ અને લદ્દાખ બંને સિસ્મિક ઝોન-IV માં આવે છે. એટલે કે આ વિસ્તારો ભૂકંપના દૃષ્ટિકોણથી વધુ જોખમી છે. હિમાલય પ્રદેશમાં લેહ અને લદ્દાખમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે.













