• નેપાળ બાદ ભારતનાં રાજ્યોમાં અનુભવાયા આંચકા

  • દિલ્હી અને ઉત્તરપ્રદેશ બાદ મણિપુરમાં ધરતીકંપ
  • એનએસસીએ ટ્વીટ કરીને આપી માહિતી

ભારતની ઉત્તર પૂર્વે આવેલા રાજ્ય મણિપુરના ચુરાચંદપુરમાં રવિવારે સાંજે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 5:42 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા શુક્રવારે નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવતાં દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા હતા.

એનએસસીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

એનસીએસએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું હતું કે "3.1 ની તીવ્રતાનો ભૂકંપ 05-11-2023 ના રોજ નોંધાયો, 17:42:04 IST, અક્ષાંશ: 24.23 અને લાંબો: 93.73, ઊંડાઈ: 30 કિમી, સ્થાન: ચુરાચંદપુર, મણિપુર, ભારત."

અયોધ્યામાં આંચકો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનએસસી)ના જણાવ્યા અનુસાર વહેલી સવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સવારે 1 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસે વધુમાં જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અયોધ્યાથી 215 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

  • Follow us on: