• દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળ્યા
  • નેપાળમાં મળ્યું એપી સેન્ટર મળી આવ્યું, હાલ કોઈ જાનહાનિ નહીં
  • હરિયાણા સુધી અનુભવાયો આંચકો

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મંગળવારે બપોરે 2.51 કલાકે આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈને ઓફિસો અને ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 38 કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં હતું. યુપી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઉત્તરાખંડ સુધી અનુભવાઈ અસર

[[$googlead]]

આ પહેલા બપોરે 2.25 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ પણ હતું. તે સમયે તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. ઉત્તરાખંડ અને યુપીના ભાગોમાં તેના આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.  બપોરના સમયે 2.51 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે વખત આ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 4.6 રહી હતી. ઉત્તર ભારતના ઘણા રાજ્યમાં આ આંચકો અનુભવાયો છે.

[[$alsoread]]


શા માટે આવે છે ભૂકંપ

દિલ્હી સિવાય પણ ગાઝિયાબાદ, નોઈડા અને ફરિદાબાદ સુધી આંચકો અનુભવાયો હતો. નોઈડા આંચકો અનુભવાતા લોકો પોતાની સોસાયટીની બહાર નીકળી ગયા હતા. અનેક સોસાયટીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સેક્ટર 73માં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. દિલ્હી તથા એનસીઆર વિસ્તારમાં ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો પોતાની ઓફિસ તથા ઘરની બહાર નીકળી ગયા હતા. પૃથ્વીની અંદર કુલ સાત જુદી જુદી પ્લેટ હોય છે. જેને ફ્લોટ લાઈન કહેવાય છે.

ઊર્જા બહાર નીકળવા પ્રયાસ કરે છે

વારંવાર પ્લેટ ટકારાયા બાદ એના ખૂણા બેન્ડ વળી જાય છે. એક જ જગ્યા પર એક જરૂરિયાત કરતા વધારે પ્રેશર ઊભું થાય છે તો પ્લેટ તૂટી જાય છે. પેટાળમાં રહેલી ઊર્જા બહાર આવવા માટે પ્રયાસ કરે છે. પછી એક ડિસ્ટબર્ન્સ ઊભું થયા બાદ ભૂકંપના આંચકા આવે છે. આવું જ દિલ્હી તથા એની આસપાસ રહેલા વિસ્તારની જમીનમાં બન્યું હોવાને કારણે આ ભૂકંપ આવ્યો હતો. 


આરોગ્ય મંત્રી પણ ટીમ સાથે બહાર દોડ્યા

દિલ્હીમાં ભૂકંપને કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ વસાવા પણ પોતાની કચેરી નિર્માણ ભવનમાંથી બહાર આવી ગયા હતા. એમની સાથે અન્ય પદાધિકારીઓ પણ પાર્કિંગ એરિયામાં સુરક્ષિત પહોંચી ગયા હતા.  બીજી તરફ ઉત્તરાખંડના દહેરાદુનમાં પણ સ્થાનિકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.


  • Follow us on: