•  દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા 
  • ગાઝિયાબાદ અને નોઇડામાં ભૂકંપના આંચકા
  • લોકોમાં ભયનો માહોલ    

દિલ્હી ncrમાં રવિવારે ભૂંકપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. દિલ્હી સહિત નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ધરા ધ્રુજી. તો આ તરફ હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા છે.

કોઇ જાનહાનિ નહી

મહત્વનું છે કે અગાઉ 3 ઑક્ટોબરના રોજ પણ દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે લોકો ઘરની બહાર દોડીને રસ્તા પર આવી ગયા હતા. જો કે હાલ દિલ્હીમાં કોઇ નુકસાન થયુ હોવાના સમાચાર સામે આવ્યા નથી. રવિવાર હોવાથી લોકો પોતાના ઘરોમાં જ હતા. જેવી ધરા ધ્રુજી કે લોકો બહાર ભાગવા લાગ્યા હતા. 

ભૂકંપનું કેન્દ્ર ફરિદાબાદ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ દિલ્હી એનસીઆરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. સાંજે 4 કલાકને 8 મિનિટે ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું ફરિદાબાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

?" target="_blank">https://twitter.com/NCS_Earthquake/status/1713507718752047248?

3 ઑક્ટોબરે આવ્યો હતા ભૂકંપ

ઉલ્લેખનીય છે કે  દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 3 ઑક્ટોબરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.. રાત્રે 10 કલાક ને 17 મિનિટે 6.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતા દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ચંદીગઢ અને શ્રીનગર સહિત ઘણા સ્થળોએ આંચકા અનુભવાયા હતા જ્યારે મોટાભાગના લોકો રાત્રિભોજન પછી સુવાની તૈયારીઓ કરી રહ્યા હતા અથવા ટીવી જોઈ રહ્યા હતા.

લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી અને NCRમાં લગભગ 45 સેકન્ડ માટે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ઊંચી બિલ્ડીંગમાં રહેતા લોકો પણ બિલ્ડીંગની બહાર રસ્તા પર આવી ગયા હતા. ગાઝિયાબાદ, વસુંધરા સહિતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

  • Follow us on: