- અજીત પવાર જૂથ જ અસલી NCP: ચૂંટણી પંચ
- શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો
- અજીત પવારના પક્ષમાં ચૂંટણી પંચનો નિર્ણય
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજ્યમાં અસલી NCPને લઈને ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સંભળાવ્યો. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવારના જૂથો વચ્ચે ચાલી રહેલા અસલી NCPના વિવાદમાં ચૂંટણી પંચે આખરે ચુકાદો સંભળાવ્યો છે અને અજીત પવાર જુથને જ અસલી NCP ગણાવી છે. ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. આ નિર્ણય પીઢ રાજકારણી અને અજીતના કાકા શરદ પવાર માટે મોટો ફટકો છે.
માહિતી અનુસાર, છ મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી બાદ આજે ચૂંટણી પંચે NCPમાં વિવાદનું સમાધાન કર્યું અને અજિત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે NCPનું નામ અને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ' અજિત પવાર પાસે રહેશે.










