લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે. જે બાદ ચૂંટણી આયોગની પ્રતિક્રિયા સામે આવી છે. મહત્વનું છે કે રાહુલગાંધી, શિવસેના સાંસદ સંજય રાઉત અને એનસીપી-એસસીપી સાંસદ સુપ્રિયા સુલે અમે સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા.

ચૂંટણી પંચે આપી પ્રતિક્રિયા
ચૂંટણી પંચે કહ્યું છે કે અમે રાજકીય પક્ષોને પ્રાથમિક હિસ્સેદારો તરીકે જોઈએ છીએ. મતદારો પ્રાથમિક છે. અમે આ પક્ષો દ્વારા રજૂ કરાયેલા વિચારો, સૂચનો અને પ્રશ્નોની કદર કરીએ છીએ. કમિશન આનો જવાબ લેખિતમાં તમામ હકીકતો સાથે અને પ્રક્રિયાઓનું પાલન કરીને આપશે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપો લગાવ્યાના બાદ તરત જ ચૂંટણી પંચે એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ (ECI) રાજકીય પક્ષોને પ્રાથમિકતા પક્ષો માને છે, અલબત્ત મતદારો સર્વોપરી છે અને રાજકીય પક્ષો તરફથી આવતા મંતવ્યો, સૂચનો, પ્રશ્નોને ખૂબ મહત્વ આપે છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઉલ્લેખ કર્યો કે આયોગ યોગ્ય તથ્યપૂર્ણ અને પ્રક્રિયાગત પ્રક્રિયાને અનુસરીને લેખિતમાં જવાબ આપશે. જેને સમગ્ર દેશમાં સમાન રૂપથી અપનાવવામાં આવી છે.

પ્રેસ કોન્ફરન્સ કરીને ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી, શિવસેના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આ ટેબલ પર મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણી લડનારા સમગ્ર વિપક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. અમે ચૂંટણી વિશે કેટલીક માહિતી લાવવાના છીએ. અમે મતદારો અને મતદાર યાદીનો અભ્યાસ કર્યો. અમારી ટીમ કામ કરી રહી છે અને અમને ઘણી ગેરરીતિઓ મળી છે.

રાહુલ ગાંધીએ લગાવ્યા આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું કે 2019-2024માં 32 લાખ મતદારો ઉમેરાયા હતા, 2024ની લોકસભા અને 2024ની વિધાનસભા ચૂંટણીમાં 39 લાખ મતદારો ઉમેરાયા હતા. મહારાષ્ટ્રના મતદારો મહારાષ્ટ્રની પુખ્ત વસ્તી કરતા વધુ છે. અમે ફક્ત લોકસભા માટે મહારાષ્ટ્રની મતદાર યાદી અને વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદીની માંગ કરી રહ્યા છીએ.તેમણે કહ્યું હતું કે વિધાનસભા 2019 અને 2024 વચ્ચે 32 લાખ મતદારો હતા. લોકસભા 2024 અને વિધાનસભા 2024 વચ્ચે 39 લાખ મતદારો હતા. આ વધારાના મતદારો ક્યાંથી આવે છે? પાંચ વર્ષમાં જેટલા મતદારો ઉમેરાયા તેના કરતાં પાંચ મહિનામાં વધુ મતદારો ઉમેરાયા.

  • Follow us on: