• તમારું ડિજિટલ મતદાર ઓળખકાર્ડ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો
  • મતદાર સેવા પોર્ટલ પરથી મતદાર ઓળખકાર્ડની ઓનલાઈન અરજી કરો
  • ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જઈને જરુરી પુરાવા અપલોડ કરો

અત્યારે દેશમાં બધું જ ઓનલાઈન અને ડિજિટલ થઈ રહ્યું છે. તેમાં મતદાર ઓળખકાર્ડ પણ ડિજિટલનો એક ભાગ બની ગયું છે. જો તમારે પણ તમારું ડિજિટલ મતદાર ઓળખકાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમારા મોબાઈલ ફોન અને લેપટોપમાં મેળવી શકો છે. જેથી તમારું મતદાર ઓળખકાર્ડ ખોવાઈ જવાનો ભય રહેતો નથી અને જો તમારું મતદાર ઓળખકાર્ડ ક્યાંય ગુમ થઈ જાય કે ખોવાઈ જાય ત્યારે ચૂંટણી સમયે મતદાનમાં ભાગ લેવા માટે ડિજિટલ મતદાર ઓળખકાર્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

મતદાર ઓળખકાર્ડની ડિજિટલ સોફ્ટ કોપી ડાઉનલોડ કરો

મતદાર ઓળખકાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે અને તેનો મહત્ત્વનો ઉપયોગ મતદાન દરમિયાન થાય છે. તે સિવાય તમે ઓળખકાર્ડના ID Proof તરીકે VoterIDનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ખૂબ જ સરળતાથી ડિજિટલ મતદાર ઓળખકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આટલું જ નહીં પણ તમે તાજેતરમાં પણ VoterID માટે અરજી કરી હોય પણ તે હજી સુધી તમારા ઘરના સરનામે પહોંચી ન  હોય, તો પણ તમે મતદાર ઓળખકાર્ડની ડિજિટલ સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકો છો.

ચૂંટણીકાર્ડની ઓનલાઈન PDF ફાઈલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે વિશે જાણો...

• તમારે મતદાર સેવા પોર્ટલ voterportal.eci.gov.in પર લોગ ઇન કરવાનું રહેશે.

• તે માટે EPIC નંબર/ફોર્મનો સંદર્ભ નંબર તથા નોંધાયેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.

• મોબાઈલ નંબર સબમિટ કર્યા બાદ એક OTP આવશે જે ઉમેરવાનો રહેશે.

• હવે જ્યારે તમને ડાઉનલોડ E-Epic ઓપ્શનનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.

• હવે તમે PDF ફોર્મેટમાં ડિજિટલ મતદાર ID કાર્ડ જોઈ શકો છો જેને ડાઉનલોડ કરી લો.

• તમે ડિજિટલ મતદાર ID કાર્ડની પ્રિન્ટ કોપી પણ મેળવી શકો છો.

મતદાર ઓળખકાર્ડ ID માટે ઓનલાઈન અરજી કરવા માટે....

જો તમારી પાસે હજુ સુધી ચૂંટણીકાર્ડ નથી, તો તમે તેના માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. જાણી લો ઓનલાઈન પદ્ધતિ વિશે...

• ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://voters.eci.gov.in/ પર જવાનું રહેશે.

• ત્યાર બાદ, ફોર્મ નંબર-6 પર ક્લિક કરો અને નવા વપરાશકર્તા તરીકે તમારી બધી જ વિગતો દાખલ કરો.

• તમારે નામ, ઉંમર, લિંગ, સરનામું અને વૈવાહિક સ્થિતિ જેવી માહિતી પ્રદાન કરવી પડશે.

• જેમાં, તમારે તમારો ફોટો અને તમારી સહી સાથે જોડીને અપલોડ કરવાનો રહેશે.

• હવે સેલ્ફ વેરિફિકેશન માટે વધુ બે લોકોની વિગતો આપવાની રહેશે.

• નોંધણી પૂર્ણ કરવા માટે, આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો આપવાના રહેશે.

• ત્યાર પછી તમારા નોંધાયેલા ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર પર એક એપ્લિકેશન નંબર આવશે.

• તમે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને મતદાર ઓળખકાર્ડ IDની સ્થિતિ ચકાસી શકો છો.

• મતદાર ID અપલોડ થયા પછી, તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

મતદાર ઓળખકાર્ડની ડુપ્લિકેટ નકલ

તમારે પણ મતદાર ઓળખકાર્ડની ડુપ્લિકેટ નકલ જોઈતી હોય તો તમે https://www.nvsp.in/ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ જોડવાના રહેશે. એ પછી મતદાર ઓળખકાર્ડ ખોવાઈ જવા માટેની એક FIR નોંધાવવી પડશે અને તેની નકલ સાથે કેટલાક આઈડી પ્રૂફ અને સરનામાની વિગતોની પણ જરૂર પડશે, જે સ્થાનિક ચૂંટણી અધિકારીને જમા કરવાની રહેશે.

  • Follow us on: