- કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
- ટ્રાયલ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે
- સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. EDએ રાજેશ જોશી, રાઘવ મગુંતા અને ગૌતમ મલ્હોત્રા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, EDએ હજુ સુધી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ઉદ્યોગપતિ અમનદીપ ધલ સામે ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે.
જણાવી દઈએ કે મનીષ સિસોદિયાને બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ED દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી વધારી દીધી છે. અગાઉ 22 માર્ચે રિમાન્ડની મુદત પૂરી થતાં કોર્ટે મનીષ સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ સાથે મનીષ સિસોદિયા સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં પણ જેલમાં છે.










