- ઈડીએ સ્પેશયલ કોર્ટમાં સોંગદનામું રજુ કરી વિરોધ કર્યો
- NCPના બંને નેતાઓએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની માંગ સાથે કોર્ટમાં અરજી કરી
- આ કેસની વધું સુનાવણી બુધવારના રોજ હાથ ધરાશે
રાજ્યસભાની કેટલીક બેઠકો માટે 10મી જૂને મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના બે ધારાસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક તરફે સ્પેશયલ PMLA કોર્ટમાં મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરેલી અરજીનો ઈડીએ મંગળવારે વિરોધ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી બુધવારે હાથ ધરાઈ શકે છે.
ઈડી દ્વારા સ્પેશયલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં જણાવવામાં આવ્યું છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1960ની કલમ 62(5) મુજબ જે પણ વ્યકિત જેલમાં હોય અથવા તો પોલીસની કાયદેસર કસ્ટડીમાં હોય ત્યારે મતદાન ન કરી શકે. સ્પેશયલ PMLA કોર્ટ જે મની લોન્ડરિંગ અને MP, MLAને લગતા કેસોની સુનાવણી કરે છે.










