• શનિવારે EDએ PFIના ત્રણ સભ્યોની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી
  • પીએમએલએ હેઠળ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી
  • અબ્દુલ ખાદર, અંશદ બદરુદ્દીન, ફિરોઝ એમ ત્રણેય હથિયારોના ટ્રેનર તરીકે કામ કરતાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે EDએ PFIના ત્રણ સભ્યોની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી. પીએમએલએ હેઠળ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણેયની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ

મળતી માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અબ્દુલ ખાદર પુત્તુર, અંશદ બદરુદ્દીન અને ફિરોઝ નામના ત્રણ લોકો PFI માટે ફિઝિકલ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ત્રણેયની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

શનિવારે રાજધાની દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા 

પ્રતિબંધિત સંગઠનના ત્રણ આરોપી સભ્યોની ધરપકડ કર્યા બાદ તેમને શનિવારે રાજધાની દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. એજન્સીએ ત્રણેય લોકો પર PFI કેડરને હથિયારોની તાલીમ આપવાનો અને આ માટે પ્રતિબંધિત સંગઠન પાસેથી નોંધપાત્ર નાણાં મેળવવાનો આરોપ લગાવ્યો છે.

PFI ની રચના વર્ષ 2006માં કેરળમાં થઈ

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં પીએફઆઈ પર આતંકવાદી પ્રવૃત્તિઓ સાથેના કથિત સંબંધોના કારણે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. PFI ની રચના વર્ષ 2006માં કેરળમાં થઈ હતી. તેનું મુખ્યાલય દિલ્હીમાં હતું.

  • Follow us on: