• દેશમાં લોકસભાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ
  • પશ્ચિમ બંગાળ રાજ્યમાં બંપર મતદાન યોજાયું
  • બિહારમાં સૌથી ઓછું 48.86 ટકા મતદાન થયું

 

દેશમાં લોકસભા ચૂંટણી ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતા હવે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જો સૌથી વધુ મતદાન જોવા જઈએ તો પશ્ચિમ બંગાળમાં બંપર મતદાન થયું છે. જ્યારે બિહારમાં સૌથી સુસ્ત મતદાન જોવા મળ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જેથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ  

પશ્ચિમ બંગાળમાં 69.89 ટકા, ચંડીગઢમાં 62.80 ટકા મતદાન યોજાયું હતું. હિમાચલ પ્રદેશમાં 66.65 ટકા મતદાન યોજાયું, ઝારખંડમાં 67.95 ટકા મતદાન, ઓડિશામાં 62.46 ટકા મતદાન, યુપીમાં 54.00 ટકા મતદાન યોજાયું છે. પંજાબમાં 55.20 ટકા મતદાન યોજાયું છે. જ્યારે બિહારમાં સૌથી ઓછું અને સુસ્ત મતદાન 48.86 ટકા મતદાન નોંધાયું છે.


 


લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જેથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ   

રાજ્યટકાવારી
પશ્ચિમ બંગાળ  69.89%
ઝારખંડ67.95%
ઓડિશા 62.46%
હિમાચલ પ્રદેશ66.56%
ચંદીગઢ62.80%
પંજાબ 55.20%
ઉત્તર પ્રદેશ54.00%
બિહાર48.86%


  • Follow us on: