• કોંગ્રેસ શું, ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી

  • રાહુલ ગાંધી જ અમેઠીથી ચૂંટણી લડશે : કોંગ્રેસ જિલ્લાઅધ્યક્ષ પ્રદીપ સિંઘલનો દાવો
  • બીજી તરફ કોંગ્રેસની સરખામણીએ ભાજપમાં કશી અસમંજસ નથી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, તેવો કોંગ્રેસીઓ દાવો કરી રહ્યા છે. આ બેઠક માટેનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. આ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 1981ની પેટાચૂંટણીના ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. તે સમયે નામાંકન શરૂ થયા બાદ કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.અત્યાર સુધી તો રાહુલ ગાંધીના ચૂંટણી લડવાના માત્ર દાવા છે. બીજી તરફ કોંગ્રેસની સરખામણીએ ભાજપમાં કશી અસમંજસ નથી. તેણે ઘણા સમય પહેલાં જ સ્થિતિઓ સ્પષ્ટ કરી દીધી હતી. સ્મૃતિ ઈરાની ચૂંટણીમેદાનમાં ઊભાં છે. કોંગ્રેસ જિલ્લાઅધ્યક્ષ પ્રદીપ સિંઘલનો દાવો છે કે રાહુલ ગાંધી જ અમેઠીથી ચૂંટણી લડશે.

આવું પહેલી વાર નથી બન્યું

કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નહીં થયાની ચર્ચા અંગે કોંગ્રેસના જૂના જોગી મહેન્દ્ર તિવારી કહે છે, એવું પહેલી વાર નથી કે નામાંકન શરૂ થયા છતાં પણ પાર્ટીના ઉમેદવાર મેદાનમાં નથી. આની પહેલાં 1981માં આવું થઈ ચૂક્યું છે. ત્યારની ચૂંટણીમાં કોંગ્રેસ નામાંકન શરૂ થયા બાદ રાજીવ ગાંધીના નામની જાહેરાત કરી હતી. અને, જે દિવસે રાજીવ ગાંધી ઉમેદવાર જાહેર થયા, તે જ દિવસે તેમણે નામાંકનપત્ર ભર્યો હતો.

BJPને બાદ કરતાં કોઈ પાર્ટીના ઉમેદવાર નક્કી નથી

અમેઠીમાં ભાજપને બાદ કરતાં અન્ય કોઈ પણ દળનો ઉમેદવાર હજુ સુધી નક્કી નથી. બસપા પણ સપા - કોંગ્રેસ ગઠબંધનના પગલાની રાહ જોઈ રહી છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે બસપાના એક સંભવિત ઉમેદવારનું ફોર્મ પણ લેઈ લેવાયું છે, પરંતુ પાર્ટીએ હજુ સુધી કોઈના નામ પર મહોર નથી મારી.

  • Follow us on: