• ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો 2 ડેટા વેબસાઈટ પર કર્યો અપલોડ 
  • પ્રથમ પેજમાં 12 એપ્રિલ 2019થી 24 જાન્યુઆરી 2024 સુધીના પક્ષકારોનો ડેટા
  • બીજો ડેટામાં 337 પેજનો, 12 એપ્રિલ, 2019થી 11 જાન્યુઆરી, 2024 સુધીની કંપનીઓ અને લોકોનો ડેટા

ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર બે ડેટા અપલોડ કર્યા છે. પ્રથમ પેજમાં 12 એપ્રિલ 2019 થી 24 જાન્યુઆરી 2024 સુધીના પક્ષકારોનો ડેટા છે. પ્રથમ ડેટા 426 પેજનો છે. તે જણાવે છે કે દરેક પક્ષને કેટલું ફંડ મળ્યું છે. બીજો ડેટા 337 પેજનો છે. તેમાં 12 એપ્રિલ, 2019 થી 11 જાન્યુઆરી, 2024 સુધીની કંપનીઓ અને લોકોનો ડેટા છે જેમણે SBI પાસેથી બોન્ડ ખરીદ્યા હતા.


આ મોટી કંપનીઓએ ફંડ આપ્યું હતું

ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપનારાઓમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે. ચૂંટણી બોન્ડ ખરીદનારાઓમાં એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્માનો સમાવેશ થાય છે. 

અહીં ક્લિક કરીને જુઓ સંપૂર્ણ યાદી

ચૂંટણી પંચની વેબસાઇટ પર ડેટા અપલોડ કર્યો


ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.eci.gov.in/candidate-politicparty પર જઈને ડેટા જોઈ શકાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અનુપાલન સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે તેણે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ યોજના અંગેની વ્યાપક વિગતો પ્રદાન કરી છે. SBI એ ખરીદીની તારીખ, ખરીદદારોના નામ અને ચૂંટણી બોન્ડના મૂલ્ય સહિતની માહિતી પૂરી પાડી હતી. 

  • Follow us on: