આજે ભારતીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના અધિકારીઓએ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને મહારાષ્ટ્રમાં વિધાનસભા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે, ત્યારે 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. એક જ તબક્કામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાશે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે યોજાશે, ત્યારે 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે અને ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થાય છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો અને ઝારખંડમાં 81 બેઠકો પર ચૂંટણી યોજાશે.



. 









