• નવેમ્બર 2022માં તેઓ ચૂંટણી કમિશનર બન્યા હતા
  • તેમનો કાર્યકાળ 2027 સુધી ચાલવાનો હતો
  • રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામું મંજૂર કરવામાં આવ્યું 

લોકસભાની ચૂંટણીના જાહેરાત પહેલા જ ઇલેક્શન કમિશ્નર અરુણ ગોયલ રાજીનામું આપ્યું છે. નોંધનીય છેકે તેમના કાર્યકાળ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ જેવો લાંબો સમય બાકી હોવા છતાં એક ઇલેક્શન કમિશનરે રાજીનામું ધરી દેતા અનેક તર્ક વીતર્ક શરૂ થયા છે

એક તરફ આગામી સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની અટકળો ચાલી રહી છે ત્યારે ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. જ્યાં એક તરફ ત્રણ કમિશનરના પંચમાં એક કમિશનરની પોસ્ટ ખાલી છે અને એક કમિશનર રાજીનામું આપી દેતા હવે ચીફ કમિશનર રાજીવકુમાર ચૂંટણીપંચમાં બાકી રહ્યા છે.

[[$googlead]]


[[$alsoread]]

VRS બાદ તરત થઈ હતી નિમણુંક

આ ઉપરાંત નવેમ્બર 2022માં તેઓ ચૂંટણી કમિશનર બન્યા હતા અને તેમનો કાર્યકાળ 2027 સુધી ચાલવાનો હતો. તેમજ નોંધનીય છેકે, અરુણ ગોયાલની નિમણૂકને લઈને ઘણો વિવાદ થયો હતો. તેમજ 31 ડિસેમ્બર 2022ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા અને 18 નવેમ્બરના રોજ VRS મળ્યું હતું.

ADR દ્વારા લગાવવામાં આવ્યા હતા આરોપ

એટલું જ નહીં એડીઆરએ તેમની નિમણૂકમાં ઘણા નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો કર્યા હતા. તેમ છતાં પણ નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે કોર્ટે પણ તેમની નિમણૂકને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ સાથે જ અરુણ ગોયલના રાજીનામાનો રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

  • Follow us on: