- નાગપુરમાં RSS દ્વારા પથસંચાલનનું આયોજન
- આરએસએસના વડા મોહનભાગવતે કર્યુ સંબોધન
- ચૂંટણીને લઇને દેશવાસીઓને આપી ખાસ સલાહ
દર વર્ષની જેમ આ વખતે પણ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યોએ નાગપુરમાં 'પથ સંચાલન'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા. ગાયક શંકર મહાદેવને RSS વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.કાર્યક્રમમાં મોહન ભાગવતે મણિપુર હિંસા, જી-20 બેઠક, ચંદ્રયાન, લોકસભાની ચૂંટણી અને ભારત વિરોધીઓ વિશે સંબોધન કર્યુ હતું.
ઉશ્કેરાતા નહી- મોહન ભાગવત
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોહનભાગવતે ચૂંટણીને લઇને નિવેદન આપતા જણાવ્યું કે ચૂંટણી આવી રહી છે કોઇના ઉશ્કેરાવવાથી ઉશ્કેરાવવું નહી. જ્યાં ઉદ્દેશ્ય નથી ત્યાં ઉદ્દેશ્ય દર્શાવીને વાતો કરશે. મતદાન કરવુ આપણનુ રાષ્ટ્રીય કર્તવ્ય છે. પરંતુ વોટિંગ નાની નાની વાતોને ધ્યાને રાખીને નથી કરવાનું. ઠંડુ મગજ રાખીને વિચારવાનું કે કોણે સારુ કર્યુ અને કોણ સારુ કરે છે. લોકો તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે ઉશ્કેરાવાનું નહી
બેસ્ટને જ વોટ આપજો- મોહનભાગવત
તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી નજીક છે એટલે અપશબ્દો બોલાશે, ખૂન ખરાબા થશે. લોકો નાની નાની વાતો પર રાજનીતી કરશે. પરંતુ આવા વિવાદોથી ઉશ્કેરાવવું નહી. મતદાનના પ્રચાર સમયે ગમે તે પ્રકારે તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ તમે આમા ફસાતા નહી. વોટીંગ તો કરવાનું જ છે પરંતુ પણ બધુ જોઇ વિચારીને આપજો. બધાનો અનુભવ લઇને જે બેસ્ટ છે તેને જ વોટ આપજો.









