વિદેશમાં નાતાલનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યાં નાતાલ એટલે દિવાળી જેવો માહોલ . આ દિવસોમાં લોકો પોતાના પરિવાર સાથે હોલિડે પર જતા હોય છે. જો કે ક્રિસમસની ઉજવણી કરવામાં રાજકીય દિગ્ગજો પણ પાછા નથી પડતા. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે અચાનક જ પોતાનો હોલિ ડે પ્લાન કેન્સલ કરી દીધો છે. આવો
જાણીએ શું છે અટકળો

ક્રિસમસ પ્લાન કર્યો કેન્સલ 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે અચાનક તેમના હોલિડે પ્લાન કેન્સલ કરી દીધા છે. કેટલાક અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસમાં કટોકટીની સ્થિતિ વિશે અટકળોને વેગ મળ્યો છે. અહેવાલો અનુસાર જો બાઇડને ડેલાવેરમાં ક્રિસમસની ઉજવણીની યોજનાઓ રદ કરી દીધી છે અને તે વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જાહેરાત કરી હતી કે તેઓ કેલિફોર્નિયા નહીં જાય.

વ્હાઇટ હાઉસમાં ઇમરજન્સી?
ગુરુવારે મોડી રાત્રે જૉ બાઇડન, ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે પોતાના કાફલા સાથે ઝડપી નીકળી જતા જોવા મળ્યા હતા. જો કે વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ મામલે અનેક અટકળો લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ સવાલો ઉઠાવ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સ અહેવાલો અનુસાર કમલા હેરિસે અચાનક કેલિફોર્નિયાની પોતાની ટ્રિપ કેન્સલ કરી દીધી અને વ્હાઇટ હાઉસ જવા રવાના થઈ ગયા છે. બાઇડેન પણ તાજેતરમાં ડીસીમાં પાછા ફર્યા હતા, જ્યારે તે નાતાલ પછી સુધી ડેલવેરમાં રહેવાની ધારણા હતી.

  • Follow us on: