પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ભારતીય આર્મી ફોર્સે જે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનીઓના આતંકી ઠેકાણો પર હુમલો કર્યો હતો તેના પર અનેક ખુલાસાઓ થયા છે. ભારતીય સેનાએ લશ્કર અને જૈશના મુખ્યાલય પર અલગ-અલગ મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ સાથે પાકિસ્તાનની સાથે ચાર દિવસ સુધી ચાલેલી લડાઈમાં કયા હથિયારોનો ઉપયોગ કરવામાં ાવ્યો હતો અને ોકને કેટલુ નુકસાન થયુ તેની પણ જાણકારી સામે આવી છે. ભારતે કુલ 10 મિસાઈલ અને ક્રિસ્ટલ મેજ મિસાઈલો દ્વારા પાકિસ્તાનને ઘુંટણીયે લાવી દીધું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા યોજનાકારો અને સૈન્ય પ્રમુખોએ ઓપરેશન સિંદૂરનો એક મહીનો પુરો થવાનો જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાઓને હથિયારો અને મિસાઈલો ખરીદવાની પરમિશન આપી છે. જેમાં લાંબા અંતરની લોઈટરીંગ, દારુ ગોળો, આર્ટિલરી શેલ, ડ્રોન અને કેટલીક મિસાઈલોનો સમાવેશ થાય છે.













