• અમૃતપાલે અનેક યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને કરી બ્લેકમેલ
  • 'મહિલાઓ ખૂબ જ જલ્દી સંબંધને લઈને ગંભીર થઈ જાય છે, મને આમાં નથી પડવું મારા નાના-નાના રિલેશનશિપ જ ઠીક છે: અમૃતપાલ
  • યુવતીઓ તેની સાથે કેવી રીતે લગ્ન કરવા માંગે છે પરંતુ તે માત્ર તેમની સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં રહે છે : અમૃતપાલ

વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને શીખ ધર્મ વિશે મોટી મોટી વાતો કરતા સાંભળવામાં આવ્યા હતા. અમૃતપાલે કહ્યું હતું કે, તે પંજાબને ખાલિસ્તાન બનાવીને ક્રાંતિ લાવવા માંગે છે પરંતુ તેનું કડવું સત્ય એ છે કે તે અશ્લીલ વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેલ કરે છે. તેમને પ્રેમની જાળમાં ફસાવીને ધમકીઓ આપે છે અને તેણે આવું માત્ર એક-બે યુવતીઓ સાથે જ કર્યું નથી પરંતુ તેણે અત્યાર સુધી ઘણી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે.

આ ખાલિસ્તાનીની ન તો કોઈ વિચારધારા છે કે ન તો તે સંત છે. તેના બદલે તે એક એવો વ્યક્તિ છે જે મહિલાઓનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરે છે. હાલનો એક અહેવાલ અમૃતપાલનો પર્દાફાશ કરે છે. અમૃતપાલ સિંહની ઘણી ઓડિયો ક્લિપ્સ એક્સેસ કરી છે જેમાં તે એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે તેની પાસે એક યુવતીનો વીડિયો છે જેને તે વાયરલ કરી શકે છે.

[[$googlead]]


[[$alsoread]]

આ સિવાય અન્ય ઓડિયો ક્લિપમાં તે યુવતીઓના નામ જણાવી રહ્યો છે કે, યુવતીઓ તેની સાથે કેવી રીતે લગ્ન કરવા માંગે છે પરંતુ તે માત્ર તેમની સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં છે અને આ ઓડિયો ક્લિપમાંથી એકમાં તે જણાવે છે કે, કેનેડાની એક યુવતી તેની સાથે સંબંધમાં છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. સાથે જ અમૃતપાલ સિંહના કેટલાક ચેટ સ્ક્રીનશોટથી આ વાતનો ખુલાસો થયો છે.

એક ઓડિયો ક્લિપમાં અમૃતપાલ જણાવી રહ્યો છે કે, 'મહિલાઓ ખૂબ જ જલ્દી સંબંધને લઈને ગંભીર થઈ જાય છે, મને આમાં નથી પડવું મારા નાના-નાના રિલેશનશિપ જ ઠીક છે. આવી રીતે અમૃતપાલની અનેક ઓડિયો રેકોર્ડિંગ સામે આવી છે અને તે યુવતીઓને તેની પ્રેમ જાળમાં ફસાવતો નજરે પડી રહ્યો છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર ચલાવી રહ્યો છે અમૃતપાલ

આ વોઈસ નોટમાં અમૃતપાલ એક યુવતીને તેના ત્રીજા અફેરની વાત કરી રહ્યો છે. અમૃતપાલ કહી રહ્યો છે કે તે તેનો કોલ ઉપાડતી નથી તેથી મે તેની માતાને ફોન કરવાનું શરૂ કર્યું અને તેણીએ તેની માતાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ઓડિયોમાં અમૃતપાલ કહી રહ્યો છે કે હવે તે મુશ્કેલીમાં છે કારણ કે તેના ઘણા અફેર છે. ઓડિયોમાં અમૃતપાલ કહે છે કે રિલેશનશિપમાં આવતા પહેલા તે સ્પષ્ટ કરે છે કે તેને કોઈ કમિટમેન્ટ નથી જોઈતું અને માત્ર એન્જોય કરવા માંગે છે. અમૃતપાલની ઈન્સ્ટા ચેટ પણ સામે આવી છે જેણે પંજાબને બે ભાગમાં વહેંચી દીધું હતું. આ જોઈને અંદાજો લગાવી શકાય છે કે સમાજમાં સંત બનીને ફરનાર આ વ્યક્તિ વાસ્તવિક જીવનમાં કેવો છે.


અમૃતપાલ વિદેશ ભાગી જવાનો પ્રયાસ

અમૃતપાલ સિંહ વિશે બીજો મોટો ખુલાસો એ છે કે તે ભારતમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણે ડિસેમ્બર 2021માં જ કેનેડામાં કામચલાઉ વર્ક પરમિટ માટે અરજી કરી હતી. એક નામાંકન પ્રમાણપત્ર આ માહિતી ઉપલબ્ધ છે કે અમૃતપાલ સિંહે કેનેડાના એક પ્રાંતમાં ટ્રક ડ્રાઈવરની નોકરી માટે અરજી કરી હતી અને કામચલાઉ વર્ક પરમિટ માટે પરવાનગી માંગી હતી. આ લગભગ 15 ડિસેમ્બર 2021ની વાત છે. ત્યાર બાદ આ વર્ષે 2 ફેબ્રુઆરીએ તેનું નોમિનેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે અમૃતપાલ સિંહની પસંદગી કેનેડાના નોમિની પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે અને હવે તેણે આ કેનેડિયન ઓથોરિટીને તેમની સંપૂર્ણ અરજી મોકલવાની છે.

આ વાત 2 ફેબ્રુઆરીની છે અને આ સંપૂર્ણ અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે એટલે કે અમૃતપાલ સિંહે ભારત છોડીને ભાગી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી અને જો થોડા દિવસો સુધી તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો તે તમામ કાર્યવાહી પૂર્ણ કરશે.


  • Follow us on: