- ઈડીના અધિકારીઓ રોજ પાંચ કલાક પૂછપરછ કરી રહ્યા છે
- એપલે પણ જણાવી દીધું છે કે કોઇપણ ડેટા એક્સેસ કરવા માટે પહેલાં પાસવર્ડ જરૂરી છે
- કેજરીવાલની પત્નીનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો
કહેવાતા શરાબ ગોટાળામાં ધરપકડ કરાયેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ઈડીના અધિકારીઓની સઘન પૂછપરછ હેઠળ છે. આમ આદમી પાર્ટીના વડાની ઈડીના અધિકારીઓ રોજ લગભગ પાંચ કલાક પૂછપરછ કરી રહ્યા છે. જો કે તેમ છતાં હજુ પણ ઈડીના અધિકારીઓ તેમના ફોન અને ડિજિટલ ડિવાઇસીસનો એક્સેસ હાંસલ કરી શક્યા નથી. કેજરીવાલને વારંવાર પાસવર્ડ જણાવવાનું કહેવામાં આવે છે પણ તે દરેક વખતે ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન ઈડીના અધિકારીઓએ કેજરીવાલનો ફોન અનલોક કરવા માટે એપલનો પણ સંપર્ક કર્યો છે. જો કે અહેવાલો અનુસાર એપલે પણ જણાવી દીધું છે કે કોઇપણ ડેટા એક્સેસ કરવા માટે પહેલાં પાસવર્ડ જરૂરી છે. નોંધનીય છે કે 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી તે રાત્રે પોલીસે તેના ઘરમાંથી ચાર ફોન જપ્ત કર્યા હતાં. કેજરીવાલની પત્નીનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
કેજરીવાલે આઈફોન સ્વિચ-ઓફ કરી દીધો હતો










