• પંજાબથી શરૂ થયેલા ખેડૂત આંદોલનને મળ્યો હરિયાણા સંગઠનોનું સમર્થન
  • 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ વધુ બે દિવસ માટે લંબાવાયો
  • હરિયાણાના સાત જિલ્લામાં 19 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે 

પંજાબની સરહદે આવેલા હરિયાણાના સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. હવે 19 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં 19 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

પંજાબના ખેડૂતોના આંદોલનને હરિયાણાના ખેડૂત સંગઠનોનું સમર્થન મળવા લાગ્યું છે. અગાઉના ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ભારતીય કિસાન યુનિયન ચઢૂની જૂથ સહિત ખાપો અને અન્ય ખેડૂત સંગઠનો હવે પંજાબના સંગઠનોના સમર્થનમાં આવ્યા છે. ધીરે ધીરે આંદોલન ગામડે ગામડે પહોંચવા લાગ્યું.

હરિયાણાના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસા અને પોલીસ જિલ્લા ડબવાલીમાં આ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અગાઉ, 11 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને ડોંગલ સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ પ્રતિબંધ વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો હતો. બાદમાં, આ પ્રતિબંધ 17 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે ફરીથી પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. પર્સનલ એસએમએસ, બેંકિંગ એસએમએસ, બ્રોડબેન્ડ અને લીઝ લાઈનો પહેલાની જેમ જ ચાલુ રહેશે. ઈન્ટરનેટ બંધ થવાના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


  • Follow us on: