- ખેડૂતોનું આંદોલન વધુને વધુ હિંસક બન્યું
- પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ મચાવી તબાહી
- પોલીસ વોટર કેનન દ્વારા ખેડૂતોને રોકવાનો પ્રયાસ
ખેડૂતોનું આંદોલન વધુને વધુ હિંસક બની રહ્યું છે. ખેડૂતોએ પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા બૈરિયરને ઉખેડીને ફ્લાયઓવર પરથી નીચે ફેંકી દીધા છે. પોલીસ વોટર કેનન સહિત વિવિધ પદ્ધતિઓ દ્વારા ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું છે. અહીંના શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફ્લાયઓવર પર લગાવેલા સેફ્ટી બેરિયરને તોડીને ફ્લાયઓવર પરથી નીચે ફેંકી દીધા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ખેડૂતો સેફ્ટિ બૈરિયરને ઉખેડીને ફ્લાયઓવર પરથી નીચે ફેંકતા જોવા મળે છે.













