• PM મોદી લિખિત ગરબો થયો નવરાત્રિએ રિલીઝ
  • આ ગરબાને કમ્પોઝ કર્યો છે મીત બ્રધર્સે
  • ગરબો કમ્પોઝ કરવાની તક મળી એ દુર્ગાની ભેટ- મીત બ્રધર્સ

નવરાત્રિની શરૂઆત થતા જ પીએમ મોદીએ દેશવાસીઓને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ લખેલો ગરબો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ ગરબો મીત બ્રધર્સે કમ્પોઝ કર્યો છે. ત્યારે આવો જાણીએ આ ગરબાને લઇને મીત બ્રધર્સમાં કેવી ખુશી છે.

પીએમ મોદી પ્રોફેશનલ લેખક-મીત બ્રધર્સ

[[$googlead]]

બોલિવૂડની મ્યુઝિક કમ્પોઝર જોડી મીત બ્રધર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગરબા ગીત પર કામ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો હતો. સંગીતકાર મનમીત સિંહે કહ્યું કે બે દિવસમાં આ ગીત બનાવવામાં આવ્યું છે. તેમણે એ પણ શેર કર્યું કે જ્યારે જરૂર પડી ત્યારે પીએમ મોદીએ પોતે ગીતના બોલમાં કેટલાક ફેરફાર કર્યા હતા. તેમણે પીએમ મોદીને પ્રોફેશનલ લેખક પણ કહ્યા. મનમીત સિંહે કહ્યું, “PM મોદી અમારા ફેવરિટ છે અને અમે તેમના માટે ખૂબ માન છે. જ્યારે પણ ગીતોમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર પડી તો પીએમ મોદીએ પોતે ગીતોમાં થોડો ફેરફાર કર્યો હતો. અમને લાગ્યું કે અમે એક પ્રોફેશનલ લેખક સાથે કામ કરી રહ્યા છીએ.

[[$alsoread]]

મા દુર્ગાના આશીર્વાદ મળ્યા- મીત બ્રધર્સ

પીએમ મોદીએ લખેલો ગરબો.. 'માડી ' કે જેને મનમીત સિંહ અને હરમીત સિંહ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યો છે. તેઓએ આ અંગે જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ રૂપે અમને આ ગરબો કમ્પોઝ કરવાની તક મળી.

પીએમ મોદીને મળવુ છે- મીત બ્રધર્સ

તેઓએ આ અંગે વધુમાં જણાવ્યું કે "આ ગીત અમારા માટે મા દુર્ગાની ભેટ જેવુ છે. અમને આ ગરબો કંપોઝ કરવામાં 48 કલાકનો સમય મળ્યો હતો. અમે પીએમ મોદીને મળવા માંગીએ છીએ. આશા છે કે અમે ટૂંક સમયમાં જ મળીશું. અમને આશા ન હતી કે અમને આ સોન્ગ કમ્પોઝ કરવાની તક મળશે. આ સોન્ગને કમ્પોઝ કરવા માટે મદદ કરનાર તમામ ટીમનો આભાર માનુ છું.

અમારી પાસે 48 કલાકનો જ સમય હતો- મીત બ્રધર્સ

તેમણે વધુમાં જણાવ્યું કે આ ગરબો કમ્પોઝ કરવા માટે તેમને તાત્કાલિક સંગીતકારની જરૂર હતી કે જેઓ માત્ર 48 કલાકમાં જ આ કામ કરી બતાવે. તેઓએ 3-4 સંગીતકારનો સંપર્ક કર્યો જેમાંથી અમારુ સિલેક્શન થયું. તેમણે સંગીતકારની પસંદગી કરતી વખતે અમે શીખ કે પંજાબી હોવાનો વિચાર પણ કર્યો ન હતો. તેઓએ અમને સંગીતકારની જેમ જ ટ્રીટ કર્યા.


  • Follow us on: