જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 'ઓપરેશન સિંદૂર'નો હેતુ ફક્ત આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવાનો હતો.


ભારતે પહલગામ હુમલાનો લીધો બદલો

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. વધુમાં કહેવામાં આવ્યું હતું કે કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમારી કાર્યવાહી ઉશ્કેરણીજનક નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનાને નિશાન બનાવવામાં આવી નથી. 

આ કાર્યવાહી રાત્રે 1.30 કલાકે કરવામાં આવી છે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકના મોત બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. 'ઓપરેશન સિંદૂર' અંગે વિગતવાર બ્રીફિંગ પછી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી લગભગ 1.30 વાગ્યે કરવામાં આવી હતી. આ હુમલો બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યો હતો. 22 એપ્રિલે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણને નિશાન બનાવ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓની ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ, ભારતે પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.


  • Follow us on: