ગુજરાતના જામનગરમાં જગુઆર જેટ ફાઇટર ક્રેશમાં હરિયાણાના રેવાડીના ભાલખી માજરા ગામના 28 વર્ષીય પાયલટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. તેમનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો અને તેમને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમયે ગામમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સિદ્ધાર્થના મંગેતર સોનિયા તેના મંગેતરને વિદાય આપવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહ પાસે રડતી જોવા મળી હતી.


શહીદ મિત્રને સૈનિકોની અશ્રુભીની અંતિમ વિદાય

'બેબી, તું મારી પાસે ન આવ્યો... જતાં પહેલાં તું મને કહ્યું હતું', શહીદ સિદ્ધાર્થ યાદવના પાર્થિવ શરીર સામે મંગેતર સોનિયા રડતી રહી હતી. આ દ્રશ્યો અને રુદન જોઇને સૈનિકોની આંખોમાં આંસુ આવ્યા હતા. સોનિયા અને સિદ્ધાર્થના 2 નવેમ્બરના રોજ લગ્ન થવાના હતા. સોનિયાના આંસુ શહીદના શબપેટી પર પડી રહ્યા હતા. સોનિયાએ આપેલી ભાવપૂર્ણ શ્રદ્ધાજંલિ જોઇને વાયુસેનાના જવાનો પણ પોતાના આંસુ રોકી શકતા ન હતા. સિદ્ધાર્થ યાદવે દુનિયાને અલવિદા કહી દીધું છે. માતાથી લઈને પિતા અને સંબંધીઓ સુધી, દરેકની આંખો ભીની હતી. અને આખું ગામ તેમના પ્રિયજનને અંતિમ વિદાય આપવા માટે એકત્ર થયું હતુ. સિદ્ધાર્થ અને સોનિયાની સગાઈ 23 માર્ચે જ થઈ હતી અને તેમના લગ્ન 2 નવેમ્બર, 2025ના રોજ થવાના હતા. જોકે, માતા અને પિતાનું તેમના પુત્રને લગ્નની વરઘોડામાં જોવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. અંતિમ સંસ્કાર પ્રસંગે તેમની મંગેતર પણ સ્મશાનગૃહ પહોંચી હતી. આ સમય દરમિયાન, તે મૃતદેહ તરફ જોઈને રડતી રહી અને વારંવાર કહેતી રહી, "કૃપા કરીને મને એક વાર તેનો ચહેરો બતાવો." "મને સિદ્ધાર્થ પર ગર્વ છે," મંગેતર સાનિયાએ કહ્યું.

 

 

તે ત્રણ દિવસ પહેલા જ વેકેશન પરથી પાછો ફર્યો હતો

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ યાદવ 2017 માં વાયુસેનામાં જોડાયા હતા. સિદ્ધાર્થના પિતા સુશીલ કુમાર વાયુસેનામાંથી નિવૃત્ત થયા હતા. જ્યારે, દાદા રઘુબીર સિંહ અને પરદાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમના માતાપિતા ઉપરાંત એક નાની બહેન ખુશીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનતા પહેલા, સિદ્ધાર્થ 31 માર્ચે જ ઘરેથી ફરજ પર પાછો ફર્યો હતો. 

  • Follow us on: