- સરકાર ગંભીરતાથી કરી રહી છે વિચાર: નિર્મલા સીતારમણ
- ભાવ વધ્યા છતાં ખેડૂતો જૂના ભાવે ખરીદે છે યુરિયા
- સરકાર નાનામાં નાના ખેડૂતો માટે કરી રહી છે કામ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ચાલી રહેલી ચર્ચાને લઈને અપડેટ આપ્યું હતું. સીતારમણે જણાવ્યું કે, "કેન્દ્ર સરકારે મંત્રીઓની ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે અને ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. પીએમ મોદીએ ખેડૂતોની આવક વધારવા માટે દરેક પગલા લીધા છે અને તેઓ નાનામાં નાના ખેડૂતો માટે પણ કામ કરે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે યુરિયાના ભાવમાં વધારો થયો છે. 300 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવ્યા છે, પરંતુ આજે પણ ખેડૂતો તેને 300 રૂપિયામાં ખરીદી રહ્યા છે કારણ કે સરકારે જવાબદારી પોતાના ખભા પર લીધી છે. અમે ખેડૂતોના પ્રશ્નો પર ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ.










