• પવન ખત્રી, દિપક સાંગવાન, વિક્રમદિત્ય વિરુદ્ધ FIR દાખલ

  • દારૂના વેપારીને 5 કરોડ ચૂકવવા મામલે CBIની કાર્યવાહી
  • કેસમાં આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે કરવામાં આવશે

CBIએ સોમવારે દિલ્હી લિકર કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ EDના સહાયક ડાયરેક્ટર પવન ખત્રી, એર ઈન્ડિયાના કર્મચારી દિપક સાંગવાન, કલેરિજેસ હોટલ એન્ડ રિસોર્ટના CEO વિક્રમદિત્ય અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુનાહિત ષડયંત્ર, જાહેર સેવકને લાંચ આપવા, ભ્રષ્ટ માધ્યમો દ્વારા અથવા વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરીને અનુચિત લાભ મેળવવા માટે જાહેર સેવકને પ્રભાવિત કરવા સંબંધિત ગુનાઓ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

દારૂના વેપારી અમનદીપ ઢલ્લ દ્વારા પાંચ કરોડ રૂપિયાની કથિત ચુકવણીના સંબંધમાં સીબીઆઈએ EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ પહેલા શુક્રવારે આ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મનીષ સિસોદિયાને નવું બેંક ખાતું ખોલાવીને પોતાનો પગાર ઉપાડવાની મંજૂરી આપી હતી.

સિસોદિયાને લિકર સ્કેમમાં સીબીઆઈ અને ઈડી બંને તપાસ એજન્સીઓએ આરોપી બનાવ્યા છે. તપાસ એજન્સીઓએ સિસોદિયાના તમામ ખાતા જપ્ત કરી લીધા છે. કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. સિસોદિયાએ તાજેતરમાં જ મેડિકલ અને અન્ય ખર્ચ માટે બેંક ખાતામાંથી કેટલીક રકમ ઉપાડવાની પરવાનગી માંગી હતી.


  • Follow us on: