• મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આગ લાગી

  • આગમાં 2 લોકો દાઝી જતાં એકનું મોત થયું
  • મીટર બોક્સમાં શોક સર્કિટના કારણે આગ લાગી

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આગ લાગી હતી. આ આગમાં 2 લોકો દાઝી ગયા હતા અને એકનું મોત થયું છે. હોસ્પિટલ નજીક આગ લાગી હતી. આ આગના કારણે પારેખ હોસ્પિટલના 22 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ડરથી ભાગી રહ્યા હતા. અહેવાલ અનુસાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ દરેકને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

જુનો પિઝા હોટલમાં લાગેલી આગને હાલ તો કાબુમાં લાવવામાં આવી છે પરંતુ 2 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. હકીકતમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટર બોક્સમાં શોક સર્કિટના કારણે આગ લાગી હતી અને ત્યાંથી આગ આખી બિલ્ડિંગને લપેટમાં આવી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, આગ વિશ્વાસ નામની ઈમારતમાં જુનો પિઝા હોટલના મીટર રૂમમાંથી ફેલાઈ હતી. પારેખ હોસ્પિટલ વિશ્વાસ નામના બિલ્ડિંગની બાજુમાં છે. મળતી માહિતી મુજબ, આગ લાગવાના સમાચાર શનિવારે બપોરે 14.08 વાગ્યે મળ્યા હતા.


  • Follow us on: