- પૂણેના 3 અલગ-અલગ ગોડાઉનમાં આગ ઓલવવાનો પ્રયાસ
- આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી
- આ ત્રણ ગોડાઉનોમાં બિસ્કિટ, સિમેન્ટ, મોલ્ડિંગ જેવી સામગ્રી છે
ગોડાઉનમાં આગ: પૂણેથી ભીષણ આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણેના ગંગાધામ ચોક પહેલા માતા મંદિર પાસેના ગોડાઉનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ અલગ-અલગ 3 ગોડાઉનમાં આગ લાગી હતી. આગના કારણે વિસ્તારમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. જે બાદ ફાયર એન્જિનને બોલાવવામાં આવ્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સાથે જ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ અલગ-અલગ પ્રકારના ગોડાઉનમાં લાગી છે. જેમ કે બિસ્કિટ, સિમેન્ટ, મોલ્ડિંગ સામગ્રી.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે
પુણેના કોંધવા વિસ્તારમાં આગ ગંગાધામ સોસાયટી પાસે કાકડે બસ્તીમાં લાગેલી આગ લગભગ ત્રણ એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. લોકો પાસેથી મળતી માહિતી મુજબ સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ધુમાડો ફેલાઈ ગયો હતો. પ્રશાસને કેટલીક ઇમારતો ખાલી કરવાની સૂચના આપી છે. આ સિવાય ફાયરની વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આજુબાજુમાં રહેતા રહીશોનું ટોળું ગોડાઉન પાસે એકત્ર થઈ ગયું છે. આ સાથે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
થોડા દિવસ પહેલા આગ લાગી હતી
આના થોડા દિવસો પહેલા પુણેની એક ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં એક મજૂરનું મોત થયું હતું અને પાંચ ખરાબ રીતે દાઝી ગયા હતા. આ વિસ્તારમાં આવેલી બ્લુ જેટ હેલ્થકેર નામની કંપનીમાં આગ લાગી હતી. આ કંપની એક્સ-રે અને એમઆરઆઈમાં વપરાતો સામાન બનાવતી હતી. કંપનીમાં નાઈટ્રિક એસિડના ટેન્કર પાસે આગ ફાટી નીકળી હતી. જે બાદ ફાયરની 6 ગાડીઓએ દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.