- દિલ્હીમાં 1 JN.1 અને 2 ઓમિક્રોનના કેસ મળ્યા
- દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,093 થઈ
- 24 કલાકમાં કોરોનાને કારણે 3 લોકોના મોત
કોરોના JN.1 ના નવા વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. હવે આ વેરિયન્ટની દિલ્હીમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. દેશની રાજધાનીમાં નવા વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા કોરોનાના 3 સેમ્પલમાંથી JN.1નું એક નવું અને ઓમિક્રોનનું બે વેરિયન્ટ મળી આવ્યા છે. આ સાથે, દેશભરમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટના 110 કેસ નોંધાયા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું છે કે દિલ્હીમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ JN.1નો પહેલો કેસ સામે આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક JN.1 અને બે ઓમીક્રોન કેસ મળી આવ્યા છે.










